સુરતઃ શહેર ઉપરાંત જિલ્લામાં રાંધણ ગેસનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. તેથી જ સુરતના ઉચ્ચકક્ષાના અધિકારીઓએ આ દૂષણને ડામવા પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી. આ અનુસંધાને સુરત એસઓજી પોલીસે ગેરકાયદેસર ગેસ રીફીલિંગ કરતા આરોપીઓને દરોડા પાડીને ઝડપી લીધા છે. આ દરોડામાં સુરત એસઓજીએ 3 આરોપીઓની ધરપકડ કરી રુપિયા 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કામરેજમાં ગેસના કાળા કારોબાર પર SOG પોલીસ ત્રાટકી, 3 આરોપીઓની ધરપકડ કરી
સુરતમાં ગેસનો કાળો કારોબાર વકરી રહ્યો છે. ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓએ આ કાળા કારોબારને ડામવા પોલીસ બેડાને સૂચના આપી હતી. આ અનુસંધાને સુરત એસઓજીએ કાર્યવાહી કરીને 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. Surat SOG LPG Scam 3 Arrested
Published : Dec 16, 2023, 4:53 PM IST
સમગ્ર ઘટનાક્રમઃ કામરેજના ઉંભેળ ગામે સારથી કોમ્પલેક્ષમાં 11 નંબરની દુકાનમાં રાંધણ ગેસનું ગેરકાયદેસર રીફીલિંગ કરવામાં આવતું હતું. સુરત એસઓજીએ આ સ્થળે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં પોલીસે રાંધણ ગેસના 40 સીલિન્ડર્સ, ગેસ રીફીલિંગના સાધનો, 1 વજન કાંટો અને 1 ટેમ્પો એમ કુલ 5 લાખ 30 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ કાળો કારોબાર કરતા 3 આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. જેમની પ્રાથમિક પુછપરછમાં આ ગેસના સીલિન્ડર્સ કામરેજના સેવળી ગામના ડેપો પરથી લાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ સીલિન્ડર્સ લાવનાર જમશેદ નામનો આરોપી પોલીસની પહોંચથી દૂર છે. પોલીસે આ જમશેદને વોન્ટેડ જાહેર કર્યો છે. આરોપીઓ સરકાર સબસિડી આપતી હોય તેવા ઘરેલુ વપરાશના ગેસ સીલિન્ડરમાંથી 19 તેમજ 4 કિલોના કોમર્શિયલ ગેસ સીલિન્ડરમાં આરોપીઓ ગેરકાયદેસર ગેસ ભરીને વેચતા હતા.
સુરત એસઓજીએ ઉપરી અધિકારીઓની સૂચનાનું પાલન કરતા ગેસના કાળા કારોબારને અટકાવવા પ્રયત્નો શરુ કર્યા હતા. જે અનુસંધાને કામરેજના ઉંભેળ ગામે પોલીસે રેડ પાડી હતી. આ રેડમાં મોન્ટુ પાંડે, સંજય રાજપૂત અને રાજા સીંગ નામના 3 આરોપી પોલીસે પકડી લીધા છે. તેમજ 5.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક જમશેદ નામનો આરોપી ફરાર છે જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે...બી.જી. ઈશરાણી(પીઆઈ, સુરત જિલ્લા એસઓજી)