- કડોદરા નજીકથી ઝડપાયો આરોપી
- સુરતના અલથાણમાં આપવાનો હતો જથ્થો
- 3 શખ્સો વોન્ટેડ જાહેર
સુરત: જિલ્લા SOGની ટીમને બાતમી મળી હતી કે કડોદરા કૈલાશ CNG પંપની સામે નેશનલ હાઇવે નંબર 48થી સુરત તરફ જતા નહેર વાળા રસ્તેથી એક નાઇઝીરિયન નાગરિક ગેરકાયદેસર રીતે માદક પદાર્થ Cocaine અને Methamphetamineનો જથ્થા સાથે સુરત તરફ જઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ ક્રાઈમ બ્રાન્ચે MD ડ્રગ્સ સાથે બે આરોપીની કરી ધરપકડ
3.05 લાખનો મુદ્દામાલ જપ્ત
Policeએ બાતમીના આધારે નાઇઝીરિયાના લાગોસ સ્ટેટ ખાતે અને હાલ મુંબઈના નાલાસોપારા સ્થિત નેહા એપાર્ટમેન્ટમાં રહેતા તોચુકલુ પોલ સન્ડે (35)ને ઝડપી પાડી તેની પાસેથી 34.09 ગ્રામ Cocaine કિંમત રૂપિયા 2,72,720 અને 3.09 ગ્રામ Methamphetamine કિંમત રૂપિયા 30, 900 તેમજ એક મોબાઈલ કિંમત રૂપિયા 2,000 મળી કુલ 3,5, 620 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ પોલીસે માલ આપનારા સેમ્યુઅલ પોલ, કેવિન તેમજ એક અજાણ્યા સહિત 3ને વોન્ટેડ જાહેર કર્યા હતા.