ગુજરાત

gujarat

ETV Bharat / state

Suart police: વઘુ બે નશાના સોદાગર ઝડપાયા, કડોદરમાં છૂટક ગાંજાનું કરતા હતા વેચાણ, સુરત જિલ્લા SOGની ટીમે દબોચ્યા - undefined

ગુજરાતમાં દારૂ, ડ્રગ્સ અને ગાંજો ઝડપાયાની ઘટનાઓ જાણે કે સામાન્ય બની રહી હોય તેવો ઘાટ સર્જાયો છે, કારણ કે છાશવારે નશાના સોદાગરો ઝડપાતા રહે છે. જે યુવાધનને નશાના રવાડે ચડાવીને બરબાદી તરફ ધકેલી રહ્યાં છે. ત્યારે વધુ બે નશાના સોદાગર પોલીસના હાથે ઝડપાયા છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે એક ફ્લેટમાંથી ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને સુરત જિલ્લા SOGની ટીમે ઝડપી પાડયા હતા.

વઘુ બે નશાના સોદાગર ઝડપાયા,
વઘુ બે નશાના સોદાગર ઝડપાયા,

By ETV Bharat Gujarati Team

Published : Nov 7, 2023, 12:36 PM IST

બારડોલી : પલસાણા તાલુકાનાં જોળવા ગામની શિવાલક રેસિડેન્સીમાંથી સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગૃપે ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યાં છે. ટીમે આ બંને શખ્સો પાસેથી 1.830 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, જેની કિમત 18 હજાર 300 રૂપિયાની આસપાસ થાય છે. સુરત જિલ્લા એસઓજીની ટીમ ચોક્કસ દિશામાં વર્ક આઉટ કરી રહી હતી તે સમયે બાતમી મળી હતી, જેના પગલે સુરત જિલ્લા SOGની ટીમે પલસાણા તાલુકાના જોળવા ગામની સીમમાં આવેલી આરાધના ઈન્ડસ્ટ્રીઝ વિભાગ 1 પાસે આવેલી શિવાલક રેસિડેન્સી બિલ્ડીંગના બીજા માળે ફ્લેટ નંબર 204માં દરોડો પાડ્યો હતો જેમાં બે ઇસમો ગાંજા સાથે આબાદ ઝડપાઈ ગયાં હતાં.

કોણ છે નશાના સોદાગરો:સુરત જિલ્લા SOGની ટીમે મુળ બિહારના અને હાલમાં કડોદરા અને જોળવામાં રહેતા મલ્લુ હરીનંદન ચૌધરી તેમજ અનુરાગ જીતેન્દ્ર નટને ઝડપી પાડ્યાં છે. પોલીસે તેમની પાસેથી 1.830 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, બે મોબાઇલ ફોન અને 3020 રોકડ મળીને કુલ 41 હજાર 320 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો.

ગાંજાનું કરતાં હતાં છૂટક વેચાણ: પોલીસની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, ઠાકુર નામનો વ્યક્તિ મલ્લું અને અનુરાગને કડોદરા કૃષ્ણાનગર નહેર પાસે ગાંજાનું વેચાણ કરવા માટે મોકલતો હતો. બંને આરોપીઓ ગાંજાનું છૂટક વેચાણ કરતાં હતા. મલ્લુને ત્રણ માસ પહેલા પણ એસઓજીએ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો અને તે નવરાત્રિમાં જ જેલમાંથી છૂટીને બહાર આવ્યો હતો. પોલીસે આ ગુનામાં ઠાકુર અને ગોપાલ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

  1. Fake FCI Officer : ગુજરાતમાં બધું બોગસ ? બોગસ PMO ઓફિસર, IPS બાદ હવે ફેક FCI અધિકારી ઝડપાયો
  2. Surat Online Betting : ક્રિકેટ વર્લ્ડ કપ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા 5 ઝડપાયા, અન્ય 26 શખ્સ વોન્ટેડ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details