ગુજરાત

gujarat

ETV Bharat / state

મુંબઈથી ડ્રગ્સનો જથ્થો ખરીદી સુરતમાં વેચવા આવ્યાં ચાર રીઢા આરોપીઓની ધરપકડ - Police Commissioner Ajay Tomar

દિવાળીના પર્વ ( Diwali 2022 ) પર સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ( Surat SOG) મુંબઈથી ડ્રગ્સનો જથ્થો ખરીદી સુરતમાં વેચવા માટે આવેલા રીઢા ચાર ડ્રગ પેડલરની ધરપકડ ( Four drug peddlers arrested ) કરી છે. કુલ 59 લાખ રૂપિયાનો એમડી ડ્રગ્સ પોલીસે કબજે ( 59 lakh rupees MD drugs seized ) કર્યો છે. આ આરોપીઓ મોહમદ અલી રોડ ખાતે રહેતા ડ્રગ્સ પેડલર પાસેથી ડ્રગ્સ ખરીદી અહીં સુરતમાં સાત ડ્રગ્સ પેડલરને આપવાના હતાં.

મુંબઈથી ડ્રગ્સનો જથ્થો ખરીદી સુરતમાં વેચવા આવેલા ચાર રીઢા આરોપીઓની ધરપકડ
મુંબઈથી ડ્રગ્સનો જથ્થો ખરીદી સુરતમાં વેચવા આવેલા ચાર રીઢા આરોપીઓની ધરપકડ

By

Published : Oct 25, 2022, 6:23 PM IST

સુરત મહારાષ્ટ્રના મુંબઈથી ડ્રગ્સનો જથ્થો ખરીદી સુરત શહેરમાં ઘુસાડે તે પહેલા ચાર આરોપીઓને પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ 590 ગ્રામ જેની કિંમત 59 લાખ ( 59 lakh rupees MD drugs seized )છે તેની સાથે ધરપકડ ( Four drug peddlers arrested ) કરવામાં આવી છે. સુરત એસઓજી ( Surat SOG )ના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે સુરત કોટ વિસ્તારમાં રહેતા ચાર રીઢા આરોપીઓ મહારાષ્ટ્ર-મુંબઈ ખાતેથી મેફેડ્રોન ડ્રગ્સની હેરાફેરી ( Trafficking in Mephedrone Drugs ) કરે છે. તેઓ મુંબઈ ખાતે ડ્રગ્સનો મોટો જથ્થો લેવા ગયા છે અને સુરતમાં આવીને ડ્રગ્સ સુરતના કેટલાક લોકોને આપવાના છે. આ માહિતી મુજબ પોલીસે આ ચારેય આરોપીઓને સુરત શહેરમાં ડ્રગ્સનો જથ્થો ઘુસાડી નશાનો કારોબાર ( Surat Crime News ) ફેલાવે તે પહેલા જ તેને ઝડપી પાડ્યાં હતાં.

59 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ પોલીસે કબજે કર્યું

આરોપીઓ કોણ છે એસઓજી ( Surat SOG )પોલીસે સચીન કપ્લેથા ચેક પોસ્ટ પાસે જાહેર રોડ ઉપરથી 27 વર્ષીય અઝહરૂદ્દીન ઉર્ફે કેલા, 25 વર્ષીય મો.રીજવાન ઉર્ફે સ્માર્ટી, 22 વર્ષીય મો.તોહિદ મો.આરીફ શેખ, 27 વર્ષીય ઈમરોજ ઈદ્રીશ શેખને ઝડપી પાડી ( Four drug peddlers arrested ) આરોપીઓના કબ્જામાંથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ વજન 590 ગ્રામ કિંમત રૂ.59 લાખનો મુદ્દામાલ ( 59 lakh rupees MD drugs seized ) કબ્જે કર્યો છે.

ડ્રગ્સના ભાવમાં 15 થી 20 ટકાનો વધારો આ અંગે પોલીસ કમિશનર અજય તોમર ( Police Commissioner Ajay Tomar ) જણાવ્યું હતું કે, આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સના કેસો કરી ઘણા ડ્રગ્સ માફીયાઓને જેલહવાલે કરતા સુરતમાં નાર્કોટીક્સ ડ્રગ્સ ઘુસાડવું મુશકેલ બન્યું છે. જેના કારણે ડ્રગ્સની અછત થતા તેના છુટક ભાવ વધુ થઈ ગયા છે. હાલ ડ્રગ્સના ભાવમાં 15 થી 20 ટકાનો વધારો થયો છે. હાલમાં ચાલી રહેલા દિવાળીના તહેવારો ( Diwali 2022 ) માં ડ્રગ્સ વેચી વધુ નફો મેળવવા તેઓ ચારેય ભાગીદારીમાં મુંબઈ ખાતેથી વોન્ટેડ આરોપીઓ પાસેથી ડ્રગ્સનો જથ્થો મેળવી સુરતમાં આ ડ્રગ્સનો જથ્થો વોન્ટેડ આરોપીઓને ડિલિવરી આપવા માટે મુંબઈ ખાતેથી ફોર વ્હીલર ગાડીમાં ડ્રગ્સ સંતાડી નીકળ્યા હતાં અને સુરત શહેરમાં ઘુસાડવાના હતાં. સદર આરોપીઓ સુરત શહેરમાં પ્રવેશ કરે તે પહેલા જ પોલીસે ( Surat SOG )આ ટોળકી ( Four drug peddlers arrested ) ને પકડી પાડી છે.

નેટવર્ક તોડવામાં સફળતા સુરતમાં આ આરોપીઓ ( Four drug peddlers arrested ) સાત અન્ય આરોપીઓને આ જથ્થો આપવાના હતાં. હાલ જે પણ નામીચા ડ્રગ્સ પેડલર છે તેમની ધરપકડ કરી સુરત પોલીસે તેમને જેલ હવાલે કર્યા છે. જેના કારણે નવા લોકો આ ગેરકાયદે ધંધા શરૂ કરવા માટે પ્રયાસો કરે છે. પોલીસ કમિશનર અજય તોમરે મુંબઈથી ચાલતા ડ્રગ્સના નેટવર્કબાબતે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં મહારાષ્ટ્ર રાજયના મુંબઈ, રાજસ્થાન, હિમાચલપ્રદેશ તેમજ ઓડીશા રાજય ખાતેથી સુરત શહેરમાં નાર્કોટીક્સ ડ્રગ્સ ઘુસાડવાના નેટવર્કને સુરત શહેર પોલીસ દ્વારા તોડી પાડવામાં આવેલ છે. જેથી ડ્રગ્સ સપ્લાયરો દ્વારા અલગ અલગ કિમીયાઓ અજમાવી નાર્કોટીક્સ ડ્રગ્સ સુરત શહેરમાં ઘુસાડવાના પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવી રહ્યાં છે. આમ મુંબઈથી ચાલતા ડ્રગ્સના નેટવર્કને પકડી પાડવામાં સુરત શહેર પોલીસને( Surat SOG ) વધુ એક સફળતા મળી છે.

ABOUT THE AUTHOR

...view details