સુરત: ફરી સસ્તાદરનું ગરીબો માટેનું સરકારી અનાજ વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે.શહેરના વરાછા વિસ્તારમાં 20 દિવસ પહેલા ઉતરાણ પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને શંકાસ્પદ જણાતા એક ટેમ્પોને અટકાવી તેમાં તપાસ કરી હતી. જેમાં પોલીસને સરકારી આજનો મોટો જથ્થો મળી આવતા ટેમ્પો ચલક પાસે અનું બિલ માંગવામાં આવ્યું હતું પરંતુ ચાલકે વ્યાજબી જવાબ ન આપતા અંતે પોલીસે ટેમ્પો કબજે કરવી જિલ્લા પુરવઠા વિભાગની જાણ કરી હતી અને આ મામલે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ઉતરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ આ મામલે ટેમ્પો ચાલક મહેશ કાળુ માલાણી અને હસમુખ ભૂપતરાય સુચકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Surat scandal: ફરી ગરીબોનું સરકારી અનાજ વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યુ, 2 ઝડપાયા - scandal of selling government foodgrains
સુરતમાં ફરી સસ્તાદરનું ગરીબો માટેનું સરકારી અનાજ વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે. શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલ લજામણી ચોક પાસે ઉતરાણ પોલીસ દ્વારા સસ્તા દરનું ગરીબો માટેનું સરકારી અનાજ વેચી મારવાના કૌભાંડમાં બે વ્યક્તિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે. ચાલકે વ્યાજબી જવાબ ન આપતા અંતે પોલીસે ટેમ્પો કબજે કરી જિલ્લા પુરવઠા વિભાગની જાણ કરી હતી.
ટેમ્પા માંથી 50 કિલોની ચોખાની 100 ગુણો મળી આવી:આ બાબતે ઉતરાણ પોલીસે જણાવ્યુંકે, 17 મી એપ્રિલના મધ્યરાત્રીએ અમારા ઉતરાણ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ મોટા વરાછા વિસ્તારમાં પી સી આર વાન નાઈટ પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન લજામણી ચોક પાસે જ એક ટેમ્પો જઈ રહ્યો હતો તેના ઉપર શંકા જતા તેને અટકાવવામાં આવી હતી અને તેની અંદર તપાસ પાસ કરવામાં આવી હતી.આ તપાસ દરમિયાન અમને ટેમ્પા માંથી 50 કિલોની ચોખાની 100 ગુણો હતી. જેની કિંમત 1.12 લાખ છે. ટેમ્પો ચાલક મહેશ કાળુ માલાણી પાસેથી ચોખાનો બિલ માંગતા વ્યાજબી જવાબ ન આપતાં અમે જિલ્લા પુરવઠા વિભાગની જાણકારી હતી.
ટેમ્પો ચલકની પૂછપરછમાં બે નામો બહાર આવ્યા:વધુમાં જણાવ્યુંકે, આ મામલે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી.તે દરમિયાન જ ટેમ્પો ચાલકની પણની ધરપકડ કરવામાં આવી હતી. અને તેની પૂછપરછમાં બે નામો બહાર આવ્યા હતા.હસમુખ ભૂપતરાય સુચક જેઓ યમુના એન્ટરપ્રાઇઝના પ્રોપારાઇટરના મલિક છે.અને કિશન ઉદયલાલ ખટીક જેઓ ઓલપાડ ખાતે ખાનગી કંપની ચલવે છે. એમ કુલ 3 સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં હસમુખ ભૂપતરાય સુચકની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી કરી છે. જેઓએ ગત 16મી એપ્રિલે યમુના એન્ટરપ્રાઇઝના પ્રોપારાઇટર ઉત્રાણની દુકાનેથી ચોખાનો જથ્થો ભર્યો હતો. પછી કામરેજ વલથાણ રાજ એગ્રો ફુડ પ્રોડક્ટના સંચાલકે ફોન પર ચોખાનો ઓર્ડર કર્યો હતો. જેથી ટેમ્પાનો માલિક કિશન ખટીકની સૂચનાથી ચાલક મહેશ 17મી તારીખે મધરાત્રે ટેમ્પોમાં ચોખાની ડિલિવરી કરવા નીકળતા પોલીસની ચેકિંગમાં અમારા સકજામાં આવી ગયા હતા.અને તે ઉપરાંત અનાજ અને ટેમ્પો સહિત કુલ 6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.