સુરત : બારડોલી તાલુકાનાં રામપરા ગામના સરપંચે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગામના વિકાસના કામમાં તલાટી અને કોન્ટ્રાકટરે પટેલ ફળિયામાં સીસી રોડ બાબતે વધારાના બિલ બનાવી તે બાબતની એનઓસી અને પ્રમાણપત્ર પર સહી કરાવી દેતાં સતત તણાવમાં રહેતા હતા. આ કારણે જ સરપંચે આત્મહત્યા કરી હોવાનો પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે.
એક વર્ષ પહેલાં સરપંચ તરીકે ચૂંટાયા હતા :રામપરા ગામના જૂનું હળપતિવાસ ફળિયામાં રહેતા વિજય બાબુભાઈ રાઠોડ (ઉ.વર્ષ 34) છેલ્લા એક વર્ષથી ગામના સરપંચ તરીકે ચૂંટાયા હતા. તેઓ તેમની પત્ની હિમાક્ષી, પુત્રી, પિતા અને માતા સાથે પરિવારમાં રહેતા હતા. રવિવારના રાત્રે ભોજન લઈને પરિવાર સાથે સૂઈ ગયા હતા. આદરમિયાન બીજા દિવસે સોમવારે સવારે 6 વાગ્યે પરિવારના સભ્યો ઉઠતાં વિજય ઘરમાં પતરાંની છતના પાઇપ સાથે મૃતદેહ મળ્યો હતો.
સુસાઈટ નોટ મળી : ઘટનાને લઈને પરિવારજનોની રાડ ફાટી નિકળતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. વિજયને નીચે ઉતારી તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા.સમગ્ર મામલાની પોલીસને જાણ થતા તપાસ શરૂ કરી હતી. જેમાં મૃતકના ફોનના નોટપેડમાં સુસાઈટ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું. હું આત્મહત્યા કરું છું. પટેલ ફળિયામાં સીસી રોડ બાબતે અગાઉથી બધુ કામ થયું છે. તેમાં બધી ભવાઇ છે. આ કામ મને નહીં ખબર હતી કે, એક એજન્સીએ કર્યું હતું કે કામ અંદાજે એક કરતાં વધારે થઈ ગયું છે. બીજી એજનસીના બિલ મૂકી પાસ કરાવ્યુ હતું. કામ તો થયું હતું તે ચોક્કસ કહું છું. જો ભાજપના સરપંચ હોત તો મામલો રફેદફે થઈ ગયો હોત એવું પણ સામે આવ્યું હતું છે.