સુરત :સમગ્ર ગુજરાત હચમચાવી દેનાર ઘટના સુરત શહેરના સચિન વિસ્તારમાં બની હતી. સચિન જીઆઈડીસીમાં આવેલ એથર ઇન્ડસ્ટ્રીમાં લાગેલી ભીષણ આગમાં 27 કામદારો દાજી ગયા છે. જ્યારે સાત જેટલા લાપતા કામદારોના કંકાલ મળી આવ્યા છે. અચાનક જ બનેલી આ ઘટનાના કારણે એથર કંપની હાલ લોકચર્ચાનો મુદ્દો બની છે. ઉલ્લેખનિય છે કે, આ કંપનીના માલિક અશ્વિન દેસાઈ પ્રખ્યાત ફોર્બ્સની યાદીમાં પણ સામેલ રહી ચૂક્યા છે. ઉપરાંત તેઓ દેશના ટોપ અબજોપતિમાં સામેલ છે.
ભીષણ આગમાં 7 ભૂંજાયા : સુરત શહેરના સચિન વિસ્તાર ખાતે આવેલા એથર ઇન્ડસ્ટ્રીના કેમિકલ સ્ટોરેજ ટેન્કમાં લાગેલ ભીષણ આગમાં 27 કામદારો દાઝી ગયા હતા. જ્યારે લાપતા થયેલા 7 લોકોના કંકાલ બાદમાં મળી આવતા 7 પરિવાર પર જાણે આભ ફાટી ગયું છે.
કોણ છે એથર કંપનીના માલિક ? એથર ઈન્ડસ્ટ્રીની વાત કરવામાં આવે તો દેશના પ્રખ્યાત અબજોપતિમાંથી એક અશ્વિન દેસાઈ આ કંપનીના માલિક છે. અશ્વિન દેસાઈ અને તેમના પરિવારના લોકો આ કંપની ચલાવે છે. તેઓ 1.3 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવે છે. સૌથી અગત્યની વાત છે કે વિશ્વભરમાં પ્રખ્યાત ફોર્બ્સની બિલિયોનેરની યાદીમાં તેઓ સ્થાન મેળવી ચૂક્યા છે.
કંપનીમાં પરિવારના સભ્યોનું સ્થાન અબજોપતિ છે અશ્વિન દેસાઈ :અશ્વિન દેસાઈએ મુંબઈની યુનિવર્સિટી ડેવલપમેન્ટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાંથી (UDCT) વર્ષ 1974 માં સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેઓ કેમિકલ એન્જિનિયરિંગ કરી ચૂક્યા છે અને કેમિકલ ક્ષેત્રમાં પ્રખ્યાત પણ છે. એટલું જ નહીં વર્ષ 2010 માં તેઓને ભારતીય કેમિકલ ટેકનોલોજી દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થી પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.
કંપનીમાં પરિવારના સભ્યોનું સ્થાન :માત્ર અશ્વિન જ નહીં પરંતુ તેમના પરિવારના લોકો પણ આ કંપનીમાં ડિરેક્ટર તરીકે જોડાયા છે. તેમની પત્ની પૂર્ણિમા આ કંપનીમાં ફાઈનાન્સ વિભાગ સંભાળે છે, જ્યારે તેમનો પુત્ર રોહન દેસાઈ બિઝનેસ ઓપરેશન સંભાળે છે. આ સાથે તેમના નાના પુત્ર અમન દેસાઈ પણ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગમાં કાર્યરત છે.
એથર ઈન્ડસ્ટ્રીની પ્રોફાઈલ : આ કંપની સુરત શહેરમાં બે ફેક્ટરી ધરાવે છે. ઉપરાંત અલગ અલગ 25 જેટલા રાસાયણિક ઉત્પાદનોના પોર્ટફોલિયો ધરાવે છે, જે એગ્રો કેમિકલ્સ તેલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોમાં વાપરવામાં આવે છે. હાલ કંપની તરફથી મળતી માહિતી મુજબ જ્યારથી આ ઘટના બની છે ત્યારથી તેમના શેરબજારમાં હજારો કરોડનું નુકસાન થયું છે.
- સુરતમાં સચિન GIDCની કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા 7 ના મોત, DNAના આધારે થશે મૃતકોની ઓળખ
- 3 દિવસ પહેલાં જ નોકરીએ લાગ્યા અને મળ્યું કરૂણ મોત, પત્ની અને બે બાળકી થયાં નોંધારા