સુરત: S.D.C.Aના આર્ય દેસાઈની પ્રથમ વખત ગુજરાત રણજી ટ્રોફી (Gujarat Ranji Trophy 2023) ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આર્ય દેસાઈ વર્તમાન રણજી ટ્રોફી સિઝન માટે ગુજરાતની ટીમમાં પસંદગી પામેલ S.D.C.A (Surat SDCAs Arya Desai ) તરફથી પાંચમો ખેલાડી છે. ભાર્ગવ મેરાઈ, હાર્દિક પટેલ, પાર્થ વાઘાણી અને શેન પટેલની રણજી ટ્રોફી સિઝન માટે ગુજરાતની ટીમમાં પસંદગી થઈ ચૂકી છે. આર્ય દેસાઈ 10મી જાન્યુઆરી 2023ના રોજથી હોલકર સ્ટેડિયમ-ઈંદોર ખાતે મધ્યપ્રદેશ સામેની મેચ માટે ગુજરાત રણજી ટ્રોફી ટીમમાં જોડાશે. (Arya Desai selected for Gujarat Ranji Trophy squad )
Surat S.D.C.A's Arya Desai selected for Gujarat Ranji Trophy squad for first time ઓપનિંગ બેટ્સમેન:આર્ય દેસાઈ અંડર - 25 ગુજરાતના વાઇસ કેપ્ટન અને પ્રતિભાશાળી ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેન છે. તેમણે ચાલુ વર્ષમાં B.C.C.I. અંડર - 25 ટુર્નામેન્ટમાં ગુજરાત માટે છેલ્લી 3 ઇનિંગ્સમાં સતત 3 સદી ફટકારી હતી. તે ઉપરાંત વનડેમાં દિલ્હી અને સૌરાષ્ટ્ર સામે બેક ટુ બેક સદી અને અંડર - 25 મલ્ટી ડે મેચોની પ્રથમ મેચમાં ચંદીગઢ સામે 185 રન બનાવ્યા હતા. આર્ય દેસાઈ 2022 - 23 ગુજરાતની અંડર - 19 ટીમનો કેપ્ટન (Gujarat under 19 captain) પણ હતો. અંડર -19 NCA ઝોનલ કેમ્પમાં પણ પસંદગી પામ્યો હતો.
આ પણ વાંચો:આજે ભારત-શ્રીલંકાની થશે ટક્કર, રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં રમાશે T20 મેચ
ઈન્ડિયા-એ માટે પણ રમ્યો:2020 - 21 સીઝનમાં 5 કૂચ બિહાર ટ્રોફી મેચ રમી છે, જેમાં 1 સદી અને 2 અડધી સદી સાથે 323 રન બનાવ્યા હતા. તે અંડર-19 ચેલેન્જર્સ ટ્રોફીમાં ઈન્ડિયા-એ માટે પણ રમ્યો હતો. અંડર - 19 ભારતીય વર્લ્ડ કપ ટીમમાં પસંદગી માટે ખૂબ જ નજીકના અંતરથી ચૂકી ગયો હતો. ગુજરાત ક્રિકેટ એસોસિએશનએ તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે તેની આગામી રણજી ટ્રોફી મેચો માટે પસંદગી કરી છે. આર્ય દેસાઈ વર્તમાન રણજી ટ્રોફી સિઝન માટે ગુજરાતની ટીમમાં પસંદગી પામેલ S.D.C.A તરફથી પાંચમો ખેલાડી છે. આર્ય દેસાઈ વર્તમાન N.C.A બેટિંગ કોચ અપૂર્વ દેસાઈનો સુપુત્ર છે. જેઓ હાલમાં વર્લ્ડકપ માટે ભારતીય અંડર - 19 મહિલા ટીમ સાથે બેટિંગ કોચ તરીકે દક્ષિણ આફ્રિકામાં કાર્યરત છે.
આ પણ વાંચો:પાલનપુરના પટેલનું નસીબ ખુલ્યુ: IPL ગુજરાત ટાઈટન્સમાં થયું સિલેક્શન
IPL ગુજરાત ટાઈટન્સમાં થયું સિલેક્શન:ક્રિકેટર ઉર્વીલ પટેલની IPL માં પસંદગી (Urvil Patel selected for Gujarat Titans team) થઈ છે. IPLમાં સ્થાન મેળવનાર ઉર્વીલ પટેલ બનાસકાંઠા જિલ્લાનો પ્રથમ ખેલાડી બન્યો છે. ઉર્વીલની IPL ટીમમાં પસંદગી થતાં પરિવારજનો સહિત પાલનપુરમાં ખુશીનો માહોલ છવાયો હતો. ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે ખેલાડીઓનું ઓકશન કોચિંગ યોજાયું હતું. જેમાં મૂળ મહેસાણા જિલ્લાના વડનગરના વતની અને પાલનપુર ખાતે રહેતા ઉર્વીલ પટેલને ગુજરાત ટાઈટન્સ ટીમે ખરીદ્યો છે. ઉર્વીલ પટેલને તેની બેઝ પ્રાઈઝ (urvil patel sold to gujarat titans for inr 20 lakh ) 20 લાખમાં ખરીદવામાં આવ્યો છે. ઉર્વીલ પટેલની વિકેટકીપર બેટ્સમેનના સ્લોટમાં રખાયો હતો. જ્યાં ગુજરાત ટાઈટન્સે (IPL 2023) ખરીદ્યો હતો. ઉર્વીલ પટેલ IPLમાં સ્થાન મેળવનાર બનાસકાંઠા જિલ્લાનો પ્રથમ ખેલાડી બની ગયો છે.