- સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવાર રોજ વધુ 6,906 લોકોએ કોરાના રસી લીધી
- 18થી 44 વર્ષના 5,522 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો
- 60 વર્ષથી ઉપરના 298 લોકોએ રસી લીધી
સુરત : જિલ્લાના ગ્રામ્યમાં શુક્રવાર વધુ 6,906 લોકોએ કોરાના રસી લીધી હતી. જેમાં 06 ફ્રન્ટલાઈન વર્કરએ સેકેન્ડ ડોઝ લીધો હતો, જ્યારે 18થી 44 વર્ષના 5,522 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો હતો. 45થી 59 ઉંમરના 903 લોકોએ રસીનો પહેલો અને 151 લોકોએ બીજો ડોઝ લીધો હતો. 60 વર્ષથી ઉપરના 198 લોકોએ રસીનો પહેલો અને 100 લોકોએ બીજો ડોઝ લીધો હતો.
માંગરોળમાં સૌ પ્રથમવાર હજારથી વધુ લોકોએ રસી લીધી
શુક્રવારના રોજ સુરત આરોગ્ય વિભાગ ( Surat health department ) દ્વારા આપવામાં આવેલા રસીની તાલુકા દીઠ ચોર્યાસી - 815, કામરેજ - 822, પલસાણા - 776, ઓલપાડ - 1011, બારડોલી - 1070, માંડવી - 643, માંગરોળ - 1002, ઉમરપાડા - 144, મહુવા - 623 લોકોએ રસી લીધી હતી.