સુરત:જિલ્લામાં કોઈપણ જગ્યાએ વિદેશી દારૂનું વેચાણ ન થાય તે માટે સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ મથકના પીઆઇ આર. બી ભટોળએ તેમની ટીમને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. જેને પગલે સુરત ગ્રામ્ય એલસીબી ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું અને બાતમીદારોને કામે લગાડી દીધા હતા. તે દરમિયાન એલસીબી ટીમને ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે, કામરેજ તાલુકાના ઊંભેળ ગામે નાયકી વાડમાં રહેતી પિન્કી ગામીત તથા કોસમાડા ગામે રહેતો આકાશ ગામીત નામની વ્યક્તિએ ઊંભેળ ગામની સીમમાં વિદેશી દારૂનો જથ્થો લાવી ઝાડી ઝાંખરામાં સંતાડેલ છે. અને હાલ સગેવગે કરવાની તૈયારીમાં છે. જે ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે રેડ કરતા ત્યાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
સુરત ન્યૂઝ: બુટલેગરો દારૂ સગેવગે કરે તે પહેલાં જ પોલીસે ઝડપી લીધો, ઝાડી ઝાંખરામાં સંતાડેલો હતો વિદેશી દારૂ - સુરત ગ્રામ્ય પોલીસ
ગુજરાતમાં અવાર-નવાર વિદેશી દારૂ ઝડપાવો અને વિદેશી દારૂ ઘુસાડવાની ઘટનાઓ અસામાન્ય બની ગઈ છે. જોકે પોલીસની ચાંપતી નજર અને એલર્ટને લઈને ઘણી જગ્યાઓથી વિદેશી દારૂ ઝડપાતો આવ્યો છે અને બુટલેગરોને પણ સીધા દોર કરવામાં આવી રહ્યાં છે ત્યારે સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે પણ વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડીને બુટલેગરોની મેલ મુરાદ પર પાણી ફેરવી દીધું છે.
Published : Nov 23, 2023, 7:24 AM IST
|Updated : Nov 23, 2023, 7:58 AM IST
બે બુટલેગરોને જાહેર કર્યા વોન્ટેડ: એલસીબીની ટીમે વીદેશી દારૂ અને બિયરની 960 બાટલીઓ જેની કિંમત 1,06,800 રપિયા થવા જાય છે, આ તમામ મુદ્દા માલ જપ્ત કરી પોલીસે પિન્કી ગામિત અને આકાશ ગામીતને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમને ઝડપી લેવા માટે ના ચક્રો ગતિમાન કર્યા હતાં.
સુરત ગ્રામ્ય એલસીબી પીઆઇ આર.બી ભટોળ એ જણાવ્યું હતું કે, વિદેશી દારૂનું વેચાણ કરતા ઈસમો પર અમારી ટીમ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.ત્યારે ચોક્કસ બાતમીના આધારે ઊંભેળ ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ગુનામાં બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.