ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat rural corona update - સુરત ગ્રામ્યમાં પોઝિટિવ કરતા ડબલ ડિસ્ચાર્જ - સુરત ગ્રામ્ય સમાચાર

સુરતના ગ્રામ્યમાં શુક્રવારના રોજ 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. સતત બીજા દિવસે એકપણ દર્દીનું કોરોના વાઇરસના લીધે મોત ન નોંધાયું હતું. આ સાથે શુક્રવારવા રોજ 54 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર કોરાનાને માત આપી છે. હાલ 712 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Surat rural corona update
Surat rural corona update

By

Published : Jun 13, 2021, 3:19 PM IST

  • સુરત ગ્રામ્યમાં પોઝિટિવ કરતા ડબલ ડિસ્ચાર્જ
  • સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
  • શુક્રવારવા રોજ 54 દર્દીઓ ડિસ્ચાર્જ

સુરત : જિલ્લાના ગ્રામ્યમાં કોરાના સંક્રમણમાં હવે ધીમે ધીમે ઘટાડો થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કોરાનાની બીજી લહેરમાં ગ્રામ્યમાં 400-400 કેસ આવતા હતા, ત્યારે થોડા દિવસથી 30ની અંદર જ કેસ નોંધાઇ રહ્યા છે. કોરાના પોઝિટિવ કેસ કરતા નેગેટિવ દર્દીઓ ડબલ આવતા અને સતત બીજા દિવસે એક મોત ન થતા સુરત આરોગ્ય વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો છે.

હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ 712 કોરોના દર્દીઓ

Surat rural corona update - શુક્રવારના રોજ 26 કોરાના પોઝિટિવ કેસ નોંધાયા હતા, તો હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 54 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ 712 કોરોના દર્દીઓ છે. કોરાના કેસનો આંક 31,814 પર અને મુત્યુઆંક 475 પર પહોંચી ગયો છે. આ સાથે સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 30,627 પર પહોંચી છે.

કામરેજ-માંગરોળ માં 5-5 કેસ નોંધાયા

શનિવારના રોજ નોંધાયેલા કેસની તાલુકા દીઠ વાત કરીએ તો ઓલપાડ - 06, કામરેજ - 05, પલસાણા - 01, બારડોલી - 01, મહુવા - 04, માંડવી - 04, માંગરોળ - 05 કેસ નોંધાયા હતા.

ABOUT THE AUTHOR

...view details