સુરત : જિલ્લાની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કોરોનાના 92 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 50 દર્દીઓ સારા થતા તેમને રજા આપવામાં આવી છે. તદ્દપરાંત સુરત ગ્રામ્ય વિસ્તારમાં કુલ 2 દર્દીના મોત થયાં છે. તેમજ બીજા 40 કેસ જે એક્ટિવ છે, તે હાલ સ્ટેબલ હાલતમાં છે.
લોકડાઉનમાં છૂટછાટ મળતાં સુરતના ગ્રામ્ય વિસ્તારો ફરી ધમધમતા થયાં
કોરોના મહામારી સમગ્રમાં વિશ્વમાં ફેલાઇ ગઇ છે. ત્યારે આ કોરોના વાયરસને લઇ ભારતમાં ચોથા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા ચોથા તબક્કાના લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જેને લઈ સુરત ગ્રામ્ય વિસ્તારો ફરી ધમધમતા થયા છે.
સુરત શહેર સાથે સુરત ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ પણ રેડ ઝોનમાં થાય છે. પરંતુ ખુશીની વાત એ છે કે, કોરોનાના દર્દી ઝડપથી સાજા થઈ પરત ફરી રહ્યા છે. લોકડાઉન 4 માં છૂટછાટ આપવાથી કોરોના સંક્રમણનો ખતરો વધી ગયો છે. પરંતુ આરોગ્ય અને પોલીસ વિભાગ સતત કામ કરી રહ્યું છે. પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પણ સતત સેમ્પલો લઇ ચકાસણી કરવામાં આવી રહી છે.
ખેડૂતોની જો વાત કરીએ તો લોકડાઉનમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. બાગાયતી અને ડાંગરના પાક લેતા ખેડૂતોને મજૂરો ન મળતા તેમનો પાક ખેતરમાં જ સુકાઈ રહ્યો છે. હાલ લોકડાઉન 4માં છૂટછાટ મળતા ખેડૂતોને આશા બંધાઈ છે. હાલ લોકડાઉનમાં છૂટછાટ તો આપવામાં આવી છે. પરંતુ છૂટછાટની સાથે સાથે કોરોના સંક્રમણનો ભય પણ વધી રહ્યો છે.
તેથી etv bharat આપને અપીલ કરી રહ્યું છે કે, જરૂરી કામ વગર બહાર નીકળવું નહીં અને હંમેશા માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરશો, તમે પણ સલામત રહો અને તમારા પરિવારને પણ સલામત રાખો.