ગુજરાત

gujarat

ETV Bharat / state

ખાનગી ટ્રાવેલ્સમાં મોતની સવારી, સુરત આરટીઓ વિભાગ ઘોર નિંદ્રામાં - SUR

સુરત: ઝાલોદથી મોટી સંખ્યામાં શ્રમિકો રોજી-રોટી મેળવવા માટે સુરત આવે છે. તેઓ લક્ઝરી બસ મારફતે પરત પોતાના વતન ફરતા હોય છે. જો કે, સુરતના કેટલાક લક્ઝરી બસના સંચાલકો વધુ કમાણી કરવા માટે આ શ્રમિકોના જીવને પણ જોખમમાં મૂકતા અચકાતા નથી.

ખાનગી ટ્રાવેલ્માં મોતની સવારી

By

Published : Jun 27, 2019, 11:30 AM IST

માહિતી અનુસાર સુરતના સરથાણા વિસ્તારમાંથી રાજસ્થાન પાર્સિંગની લક્ઝરી બસના સંચાલકો દ્વારા ક્ષમતા કરતા વધારે શ્રમિકોને બેસાડી મોતની સવારી કરાવવામાં આવી રહી છે. તેમ છતાં ટ્રાફિક પોલીસ અને સુરત આરટીઓ વિભાગ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે. જેની જવાબદારી સુરત આરટીઓ વિભાગ અને ટ્રાફિક પોલીસના શિરે છે, ત્યારે બંને વિભાગ આંખ આડા કાન કરતું હોવાનું સામે આવ્યુ છે.

ખાનગી ટ્રાવેલ્માં મોતની સવારી

સુરત સરથાણા વિસ્તારની નિરાલી ટ્રાવેલ્સની બસના સંચાલકો દ્વારા સુરતથી ઝાલોદ બસ ઉપાડવામાં આવે છે. જેમાં મોટાભાગના લોકો શ્રમિક વર્ગથી આવે છે. 120 જેટલા મુસાફરો લઈને જતી નિરાલી ટ્રાવેલ્સ સુરતથી ઝાલોદ જતી 2 બસને શહેરના જાગૃત નાગરિકો દ્વારા અટકાવવામાં આવી હતી. બસમાં અને તેની ઉપરના ભાગે સંચાલકો દ્વારા યાત્રીઓને જોખમી રીતે ભરવામાં આવ્યા હતા. આખરે સરથાણા પોલીસ સહિત આરટીઓ વિભાગના અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને મુસાફરોને ઉતારી બંને બસને ડિટેઇન કરવામાં આવી હતી. આરટીઓ દ્વારા બંને બસને ડિટેઇન કરી તમામ દસ્તાવેજી કાગળો પણ રજૂ કરવા કડક સુચના આપવામાં આવી છે. સાથે જ મોટર વ્હીકલ એક્ટ હેઠળ સંચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે.

સુરત આરટીઓની તપાસમાં બહાર આવ્યું છે કે, નિરાલી ટ્રાવેલ્સની આ બસમાં 50+1 સીટર પાસિંગ કરેલ છે. તેમ છતાં બસની ક્ષમતા સામે ૭૦ જેટલા યાત્રીઓ બસની અંદર અને ૧૫ જેટલા યાત્રીઓ ડ્રાઈવર કેબિનમાં અને ૩૫ જેટલા યાત્રીઓ બસની છત પર બેસાડીને સુરતથી રવાના કરવામાં આવી રહી હતી. એક તરફ સુરત આરટીઓ સ્કૂલ વેન અને ઓટો સામે કડક કાર્યવાહી કરી ડિટેઇન સુધીની કાર્યવાહી કરી રહી છે,ત્યાં બીજી તરફ યાત્રીઓને મોતની સવારી કરાવતા આવા બસ સંચાલકોને છુટ્ટો દૌર આપવામાં આવી રહ્યો છે. ત્યારે સવાલ ઊઠે છે કે, શું સુરત આરટીઓ વિભાગ અને ટ્રાફિક પોલીસ કોઈ ઘટનાની વાટ જોઈ રહ્યું છે ?

ABOUT THE AUTHOR

...view details