ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત રત્નકલાકાર સંઘના ધરણાં, એક દિવસીય હડતાલ કરી

વિવિધ માંગણીઓને લઈ આગામી ત્રણ દિવસ માટે સુરત રત્નકલાકાર સંઘ પ્રતિક ઉપવાસ, ધરણાં સહિત એક દિવસની હડતાળ પાડશે. રાજ્ય સરકારમાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ રત્નકલાકારોની માગણીને ધ્યાનમાં ન લેવાતાં સૂરત રત્નકલાકાર સંઘ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

સૂરત રત્નકલાકાર સંઘના પ્રતીક ઉપવાસ, ધરણાં, હડતાળનું આયોજન થયું
સૂરત રત્નકલાકાર સંઘના પ્રતીક ઉપવાસ, ધરણાં, હડતાળનું આયોજન થયું

By

Published : Feb 28, 2020, 5:20 PM IST

સુરત: રત્ન કલાકારોના પ્રોફેશનલ ટેક્સ રદ કરવા સહિત વિવિધ માંગણીઓને લઈ આગામી ત્રણ દિવસ માટે સુરત રત્નકલાકાર સંઘ પ્રતિક ઉપવાસ, ધરણાં સહિત એક દિવસની હડતાળ પાડવા માટે જઈ રહ્યું છે. રાજ્ય સરકારમાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ રત્નકલાકારોની માંગણીને ધ્યાનમાં ન લેવાતાં સુરત રત્નકલાકાર સંઘ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

સૂરત રત્નકલાકાર સંઘના પ્રતીક ઉપવાસ

રાજ્ય સરકાર દ્વારા હાલ જ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં અંદર રત્ન કલાકારોની માંગણી અને રજૂઆતોને ધ્યાને લેવામાં આવી નથી. રત્ન કલાકારોના પ્રોફેશનલ ટેક્સ રદ કરવા તેમ જ વિવિધ પડતર માગણીઓ અંગે છેલ્લાં પાંચ વર્ષથી સૂરત રત્ન કલાકાર સંઘ રાજ્ય સરકારમાં રજૂઆાત કરતું આવ્યું છે. હાલ જ બજેટ રજૂ થતાં પહેલા સંઘ દ્વારા રાજ્ય સરકારને આ અંગે રજૂઆાત કરાઈ હતી કે બજેટમાં રત્ન કલાકારો ના પડતર પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે. પરંતુ તેમ છતાં સંઘની રજૂઆત ધ્યાને લેવામાં આવી ન હતી. જ્યાં આખરે હવે સંઘ દ્વારા હડતાળ, ધરણા સહિત પ્રતીક ઉપવાસની રણનીતિ ઘડી નાખવામાં આવી છે.

આગામી 15 અને 17 માર્ચના રોજ વરાછા સરદાર પ્રતિમા ખાતે ધરણાં તેમજ પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં 16મી માર્ચના રોજ એક દિવસની હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં રત્ન કલાકારો સ્વયંભૂ જોડાશે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ અંગેની જાહેરાત આજે સૂરતમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં સંઘ દ્વારા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details