સુરત : નર્સ સાથે દુષ્કર્મ કરનાર આર્મી મેનના ભાઈની સુરત સીંગણપુર પોલીસે ધરપકડ કરી છે. સુરત સીંગણપુર વિસ્તારમાં રહેતી અને નર્સ તરીકે ફરજ બજાવતી પીડિત યુવતી સાથે દુષ્કર્મ કરનાર આર્મી મેનના ભાઈની પોલીસે ધરપકડ કરી છે. જોકે આ ગુનામાં હજુ પણ આર્મી મેન વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે.
નર્સ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ બાદ સીંગણપુર પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપી આર્મી મેન ઈશ્વર રાઠવાના ભાઈ વિપુલની આ સમગ્ર મામલે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે આરોપી આર્મી મેનની શોધખોળ પોલીસ કરી રહી છે... એસ. જી. રાઠોડ (પીઆઈ, સીંગણપુર પોલીસ મથક)
મિત્રતા કેળવી દુષ્કર્મ : મૂળ છોટાઉદેપુરની રહેવાસી અને સુરત શહેરના સિંગણપુર વિસ્તાર ખાતે રહેતી યુવતી નર્સ તરીકે ફરજ બજાવે છે. છોટાઉદેપુર નજીક રહેતા ઈશ્વર રાઠવા ની સાથે તેની ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા થઈ હતી. ઈશ્વર રાઠવા એ પહેલા તેની સાથે મિત્રતા કેળવી અને ત્યારબાદ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં તેને વડોદરા ખાતે પોતાના ભાઈ કે જે આર્મી મેન છે તેના લગ્નમાં લઈ જઈ પણ દુષ્કર્મ ગુજાર્યું હતું.
વડોદરામાં દુષ્કર્મ આચર્યું : વડોદરામાં જ્યારે પીડિત નર્સ આરોપીના ભાઈના લગ્નમાં ગઈ હતી, ત્યારે ઈશ્વર રાઠવાના ઘરે તે અલગ રૂમમાં સુવા ગઈ હતી. એ સમયે રૂમનો દરવાજો ખુલ્લો રહી જતા ઈશ્વરના સગાભાઈ વિપુલ રાઠવાએ એનો ગેરલાભ લઈ પીડિત નર્સની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પીડિત નર્સએ સુરત શહેરના સીંગણપુર વિસ્તારમાં રેપની ફરિયાદ નોંધાવી હતી. ફરિયા ના આધારે સિંગણપુર પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપી ભાઈ વિપુલ રાઠવાની ધરપકડ કરી હતી.
- Junagadh Crime: સોશિયલ મીડિયાથી સાવધાન, ફેસબુક ફ્રેન્ડ બાનવીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું
- Surat Crime : ઓલપાડમાં અન્ય સમુદાયના યુવકે સગીરા પર દુષ્કર્મ આચરી, ફોટા વાયરલ કરવાની ધમકી આપી
- Surat Crime : મિત્રતા કેળવી સગીરાને ફસાવી, બીભત્સ ફોટોના આધારે બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું