હાલમાં બાળકીની સારવાર સુરતની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે બાળકીને ગંભીર ઇજાઓ થઇ છે. નરાધમના નખના નિશાન બાળકીના શરીર ઉપર મળી આવ્યા છે. માત્ર ચાર વર્ષની બાળકી સાથે આટલી હદે ક્રુરતા કરનાર એક શંકાસ્પદ ઈસમ CCTV કેમેરામાં કેદ થયો છે. જેના આધારે પોલીસ તેની શોધખોળ કરી રહી છે. CCTV ફૂટેજમાં જોવા મળે છે કે, એક ઈસમ સફેદ રંગના શર્ટમાં ઘટના સ્થળ પાસેથી પસાર થઈ રહ્યો છે. પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વ્યક્તિની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
સુરતમાં 4 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસે કરી SITની રચના - SIT
સુરત: સુરતના સચીન વિસ્તારમાં 4 વર્ષની બાળકી પિતા સાથે રામલીલા જોવા ગઈ હતી. રામલીલામાં આરતી બાદ બાળકી ગાયબ થઈ ગઈ હતી. બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ પણ આચર્યુ હોવાનું સામે આવ્યું હતું. દુષ્કર્મ આચર્યાં બાદ બાળકીને તેના ઘરની નજીક મૂકી આરોપી ફરાર થઇ ગયો હતો. આરોપી CCTVમાં કેદ થયો હતો. આ ઈસમ ઘટના સ્થળે સફેદ રંગનું શર્ટ પહેરી ઘટનાસ્થળ પરથી પસાર થતો જોવા મળ્યો હતો. પોલીસ આ કેસમાં SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરી છે.
સુરત
આ કેસની વધુ તપાસ માટે સુરત પોલીસ કમિશનર દ્વારા SITની રચના કરવામાં આવી છે. પોલીસે CCTVને આધારે નરાધમનો સ્કેચ તૈયાર કર્યો છે. સુરત પોલીસે 25 જેટલી અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસની હાથ ધરી છે. આ સિવાય પોલીસે રામલીલા થિયેટરના CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.