સુરત : શહેરમાં મૂળ ઉત્તર પ્રદેશના પરિવાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ ખૂબ જ ગંભીર છે, કારણ કે પૂર્વ PSI પર આરોપ છે કે, પરિવારની એક પરિણીતા પર તેઓએ દુષ્કર્મ આચાર્યુ હતું. 42 વર્ષીય પરિણીત મહિલાએ પોલીસ મથકમાં જણાવ્યું હતું કે, તેના બધી ડાઈંગ પ્રિન્ટિંગમાં કામ કરે છે, જ્યારે તેના બે દીકરા અને બે દીકરી છે. સૌથી મોટી 28 વર્ષે દીકરી ગામ રહે છે અને તેનાથી નાનો 26 વર્ષીય દીકરો માર્કેટમાં ચણિયાચોળી ફોલ્ડિંગનું કામ કરે છે અને તેનાથી નાની દીકરી ઉંમર 23 અને તેનાથી નાનો દીકરો 22 વર્ષનો છે અને જે લોજિસ્ટિકનું કામ કરે છે.
દીકરાની મોટર સાયકલ તેઓએ પકડી હતી :પોલીસ ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે, આરોપી ડી.એચ.વાઘેલાને વર્ષ 2014થી ઓળખે છે. જ્યારે તેઓ લિંબાયત પોલીસ મથકમાં PSI તરીકે નોકરી કરતા હતા, ત્યારે તેઓ ફરિયાદીના દીકરાની મોટર સાયકલ તેઓએ પકડી હતી. જેથી ત્યારથી તેઓ તેમના પરિવારના સાથે સંપર્કમાં આવ્યા હતાં. તેઓ એકલા રહેતા હતા અને ફરિયાદી ટિફિન સર્વિસનું કામ કરતી હતી. જેથી તેઓ ટિફિન મંગાવતા હતા અને અનેકવાર ટિફિન લેવા માટે ઘરે પણ જતા હતા. પરિવાર સાથે સારા સંબંધ થયા અને પારિવારિક સંબંધ થતા તેઓ એકબીજાના ઘરે આવા જવાનો ચાલુ થયું હતું.
માતાજીનો પ્રસાદ પણ આપ્યો હતો :ફરિયાદી એ વધુમાં જણાવ્યું હતું કે, તારીખ પાંચ ફેબ્રુઆરીથી લઈ 10 ફેબ્રુઆરીના રોજ ઘરના પરિવારના સભ્યો બહાર હતા અને મોટો દીકરો સંબંધીના ઘરે ગયો હતો. તે સમયે સવારે પાંચ વાગ્યે ડી.એચ.વાઘેલાએ ફરીયાદીને ફોન કરી જણાવ્યું હતું કે, તારા ઘરની પાસે છું મારી પાસે 500ની નોટ છે અને રીક્ષા વાળા પાસે છુટ્ટા નથી. ફરિયાદી તેના કહેવા મુજબ ત્યાં ગઈ અને નજીકના ચા વાળા પાસેથી છુટા લઇ રિક્ષાવાળાને 120 ભાડું આપ્યું. આરોપીને ઘરે લઈને આવી અને ચા નાસ્તો આપ્યો. આરોપીને તેણે બેડ પર જવા માટે કહ્યું અને જણાવ્યું કે હું અંદર રૂમમાં જવું છું. આ દરમિયાન આરોપીએ મહિલાને માતાજીનો પ્રસાદ આપ્યો હતો.
મેં આપકે ઉપર કેસ કર દુંગી :આરોપીએ પીડિતાને કહ્યું હતું કે, તબિયત સારી નથી તું પણ આરામ કર હું સવારે નીકળી જઈશ. મહિલા બીપીની દવા રૂમમાં લેવા ગઈને પરંતુ અચાનક જ ત્યાં પૂર્વ PSI વાઘેલા આવીને તેની સાથે બળજબરી કરવા લાગ્યો હતો. હટાવવા માટે મહિલાએ હાથ પગ ચલાવીને પ્રતિકાર કર્યો હતો. કહ્યું હતું કે, મેં આપકે ઉપર કેસ કર દુંગી...આરોપીએ જણાવ્યું હતું કે, અગર આપને કિસી કો બતાયા તો મેં તુમકો દેખા લુંગા એવી ધમકી આપે ત્યાંથી નાસી ગયો હતો. આ અંગે જ્યારે પરિણીતાએ પરિવારને કહ્યું, ત્યારે પરિવારના સભ્યો એ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા.
પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે જેના આધારે અમે તપાસ કરી રહ્યા છે અને આરોપી અગાઉ પોલીસ મથકમાં PSI તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને હાલ રિટાયર છે.- વી.એ. જોગરાણા (લિંબાયત પોલીસ મથકના ઇન્સ્પેક્ટર)
- Gujarat High Court: દુષ્કર્મ પીડિત મહિલાએ ગુજરાત હાઇકોર્ટ પાસે ગર્ભપાતની મંજૂરી આપવા અરજી કરી
- Navsari Crime: નવસારીમાં 12 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી
- Kutch Crime : દિલીપ આહીર આત્મહત્યા કેસમાં મોટા ખુલાસા, આરોપીએ જેલમાં બેસીને રચ્યું કાવતરૂં, જૂઓ સમગ્ર મામલો