સુરત: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે તારીખ 9 એપ્રિલના રોજ દસ વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે દુષ્કર્મ હાજર આરોપીને ઝડપી લીધો હતો. તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપીને સાથે રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી સમગ્ર ઘટનાનું રી - કન્ટ્રક્શન કર્યું હતું. જેમાં આરોપીએ કઈ રીતે ઘટનાને અંજામ આપ્યો તેનું વર્ણન કર્યું હતું
આ પણ વાંચો Surat Crime : સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાને લઇ આધેડે પ્રતિકાર કરતા થઇ હત્યા
શું હતી સમગ્ર ઘટના ? સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના બોરસરા ગામની સીમમાં વતનથી માસા સાથે રહેવા આવેલી 10 વર્ષીય સગીરા પર તારીખ 9 એપ્રિલની રાતે નરાધમે હવસભૂખ સંતોષી હતી. આ દરમિયાન એક અજાણ્યો ઇસમ સગીરાને પોતાની સાથે ઉપાડી ખેતરમાં લઇ ગયો હતો. જ્યાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકી પર દુષ્કર્મ આચરી અજાણ્યો ઇસમ ફરાર થઇ ગયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસ હરકતમાં આવી હતી. સીગરાને ઉપાડીને લઈને જતો નરાધમ સીસીટીવીમાં કેદ થયો છે.