ગુજરાત

gujarat

Lawrence Bisnoi Gang: જો 24 કલાકમાં 5 લાખ નહી આપે તો જીવ ગુમાવશે, સુરતના વેપારીનેં લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

By

Published : Mar 20, 2023, 7:14 AM IST

Surat ransom case: સુરતના વેપારીનેં લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ દ્વારા 5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી પૈસા નહિ આપે તો 24 કલાકમાં હત્યા કરી નાખવાની પણ ધમકી આપવામાં આવી છે.

Lawrence Bisnoi Gang: જો 24 કલાકમાં 5 લાખ નહી આપે તો જીવ ગુમાવશે, સુરતના વેપારીનેં લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી
Lawrence Bisnoi Gang: જો 24 કલાકમાં 5 લાખ નહી આપે તો જીવ ગુમાવશે, સુરતના વેપારીનેં લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

પૈસા નહિ આપે તો 24 કલાકમાં હત્યા

સુરત: શહેરના વરાછા વિસ્તારના સાડીના દુકાનમાં કામ કરતા યુવકને લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ દ્વારા 5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે. પૈસા નહિ આપે તો 24 કલાકમાં હત્યા કરી નાખવાની પણ ધમકી આપવામાં આવી છે. આ મામલે યુવકે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પૈસા નહિ આપે તો 24 કલાકમાં હત્યા

પૈસા નહિ આપે તો 24 કલાકમાં હત્યા:શહેરમાં વરાછા વિસ્તારમાં આવેલ ખોડીયાર નગર પાસે રામકૃષ્ણ સોસાયટીમાં રહેતો 29 વર્ષીય કેતનભાઇ રમેશભાઈ ચૌહાણ જેઓ સાડીની દુકાનમાં કામ કરે છે. અને તેમને ગત 17 તારીખની રાતે 11 વાગ્યે વહોટ્સઅપ કોલ દ્વારા લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ દ્વારા 5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે. તેના મોબાઈલ ઉપર એક મેસેજ પણ છોડવામાં આવ્યો હતો. જેને લઈને તેઓ ગભરાઈ જતા આ મામલે તેમણે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પૈસા નહિ આપે તો 24 કલાકમાં હત્યા

રાત્રે 11:00 વાગે આવ્યો હતો કોલ :આ બાબતે વેપારી કેતનભાઇ ચૌહાણે જણાવ્યું કે, મને 16 તારીખે રાત્રે 11:00 વાગે કોલ આવ્યો હતો. અને તેઓએ જણાવ્યું કે, લોરેન્સ બિશ્નોઇ ગેંગમાંથી બોલું છું તો મેં કહ્યું કે, કોણ લોરેન્સ બિશ્નોઇ તેઓએ કહ્યું કે, નથી જાણતા તમે મને મેં કીધું ના સીધું મોસેવાલાની હત્યા કરી હતી નેં તે ગૅંગમાંથી વાત કરું છું. મેં કીધું બોલો ત્યારે તેમણે કહ્યું કે, મને પાંચ લાખ રૂપિયા જોઈશે. અને ત્યારે મેં તેમનેં કહ્યું કે, પાંચ લાખ રૂપિયા હું ક્યાંથી આપું? હું તો નોકરી કરું છું. તો ફરી પાછી તેમણે જણાવ્યું કે પાંચ લાખ રૂપિયા જોઈશે નહીં તે તારું મર્ડર કરી નાખવામાં આવશે. આટલું કહીને તેમણે ફોન કાપી નાખ્યો હતો.

Surat child laborer died : સુરતમાં ગ્રાઉન્ડફ્લોર ઉપરથી પટકાતા બાળ મજૂરનું મોત

whatsappમાં એક મેસેજ છોડ્યો હતો:વધુમાં જણાવ્યું કે, ત્યારબાદ તેમણે whatsapp માં એક મેસેજ છોડ્યો હતો કે, લોરેન્સ બીસનોઇ ગ્રુપ ત્યારબાદ મેં આ ગ્રુપનું નામ google માં નાખીને જોયું હતું તો તરત બધી માહિતીઓ સામે આવી ગઈ. આ સીધું મોસેવાલા હત્યા કરનાર લોકો જ છે. ત્યારે હું થોડો ઘભરાઈ ગયો હતો. જેથી મેં પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં 17 તારીખે અરજીઓ આપી હતી અને 18 તારીકે પાકા પાયે ફરિયાદ નોંધાવી હતી.

Khalistan leader Amritpal Singh: અમૃતપાલ સિંહ નાસી છૂટ્યા બાદ હિમાચલ પોલીસ એલર્ટ પર

whatsappમાં કોલ ઉપર ધમકીઓ આપવામાં આવી:આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી.પરમારએ જણાવ્યું કે, આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદી કેતનભાઇ ચૌહાણએ જે અરજી અને ફરિયાદો આપી છે તેમાં તેમણે લખ્યું હતું કે, વહાર્ટસપપ કોલ ઉપર ધમકીઓ આપવામાં આવી હતી. ત્યારે સામેથી ધમકી આપનાર વ્યક્તિ હિન્દીમાં વાત કરતો હતો. સિંધુ મુસેવાલાની હત્યા કરવામાં આવેલા ગેંગમાંથી વાત કરું છું. તેમાં જણાવ્યું હતું અને ત્યારબાદ તેમણે મેસેજ કર્યો હતો. હાલ આ મામલે વરાછા પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details