- સુરતમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ
- ઓલપાડ, માંગરોળ, માંડવી, ઉમરપાડા સહિતના તાલુકામાં વરસાદ
- વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને બફારથી રાહત થઈ
સુરત : સવારથી જ અંધારપટ વાતાવરણ અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. સુરત જિલ્લાના કામરેજ, માંડવી, ઉમરપાડા, માંગરોળ, ઓલપાડ સહિતના તાલુકામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદ શરૂ થતા જ ઘણા વિસ્તારોમાં લાઇટ જતી રહી હતી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચો : Rain Update: વલસાડ-દમણમાં બારેમેઘ ખાંગા ઉમરગામમાં 4 કલાકમાં 10 ઇંચ, વાપીમાં 9 ઇંચ વરસાદ