સુરત: હવામાન વિભાગે કરેલી આ આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં સહિત સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ માહોલ જામ્યો છે. ગઈકાલે સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ,બારડોલી,મહુવા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે આજે ગુજરાતના ચાર જિલ્લામા ભારે વરસાદની આગાહી છે. આ સાથે કાંઠાના વિસ્તારોમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવવાનું પણ અનુમાન છે. કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસવાની પણ આગાહી કરવામાં આવી છે.
આ જિલ્લામાં પડશે વરસાદ:હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં એક બે દિવસ વરસાદી માહોલની શક્યતા છે. આ સાથે એમ પણ જણાવ્યુ કે, રાજ્યમાં 24 કલાકમાં મધ્ય, ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે. આજે પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં પણ વરસાદ થઇ શકે છે.
વરસાદની આગાહી :હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઇ છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં વરસાદની શક્યતા છે. આ સાથે નર્મદા, સુરત, તાપી અને નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી:આ સાથે એવી પણ આગાહી છે કે, આવતીકાલથી એટલે 10 સપ્ટેમ્બરથી હળવાથી સામાન્ય વરસાદ થઈ શકે છે. જે પછીના બે દિવસ ગુજરાતમાં હળવા વરસાદની જ સંભાવનાઓ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતાઓ છે.
ખેડૂતો ખુશખુશાલ : સુરત જિલ્લામાં છેલ્લા એક મહિનાના વિરામ બાદ સારો વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા અને ફરી ખેતીના કામમાં જોતરાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે હાલ વરસાદ વરસતા શેરડી, ડાંગર, શાકભાજી સહિતના પાકોને નવું જીવનદાન મળ્યું છે. સુરત જિલ્લાના જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ રહી છે.
લાંબા સમયથી સૌ ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતાં ત્યારે આખરે હાલ મેઘરાજા મહેરબાન થયા છે.અલગ અલગ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા ખેડૂતોના પાકોને જીવતદાન મળી ગયું છે...મહેન્દ્રભાઈ (ખેડૂત)
- Surat Monsoon 2023 : સુરતમાં મેઘમહેર, દોઢ મહિનાના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી
- Gujarat rainfall update : રાજ્યમાં જન્માષ્ટમી પર મેઘરાજાએ રિસામણા છોડ્યા, વરસાદ વરસતા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું
- Umarpada Rain: ઉમરપાડા તાલુકામાં મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો