સુરત જિલ્લામાં 19 રસ્તાઓ બંધ બારડોલી : બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ગત રાત્રેથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. સમગ્ર જિલ્લામાં 19 જેટલા રસ્તાઓ પર પાણી ફરી વળતાં બંધ કરવામાં આવ્યા છે. જે પૈકી કેટલીક જગ્યાએ ડાયવર્ઝન ધોવાઈ જવાથી કેટલાક ગામોનો સંપર્ક કપાયો છે.
ત્રણ દિવસથી સતત વરસાદ : સૌથી વધુ 11 જેટલા માર્ગો બારડોલી તાલુકામાં બંધ કરવા પડ્યા છે. બારડોલીમાં સવારે 6 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી 4.40 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો ઓલપાડમાં 0, માંગરોળમાં 5 મીમી, ઉમરપાડામાં 3 મીમી, માંડવી 13મીમી, કામરેજમાં 21મીમી, સુરત સિટીમાં 12 મીમી, ચોર્યાસીમાં 16મીમી, પલસાણામાં 43મીમી, બારડોલીમાં 112 મીમી અને મહુવામાં 133 મીમી વરસાદ નોંધાયો હતો.
આ રસ્તાઓ બંધ :બારડોલીમાં 11 રસ્તાઓ, પલસાણા તાલુકામાં 5, માંડવીના 2 અને ચોર્યાસીના 1 રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જે પૈકી બારડોલી તાલુકામાં પારડી વાલોડ રોડ, સુરાલી ધારિયા ઓવારા રસ્તો, ઉતારા વધાવા કરચકા રોડ, ખરવાસા મોવાછી રોડ, બાલ્દા જુનવાણી રોડ, રામપુરા એપ્રોચ રોડ, જુની કીકવાડ ગભેણી ફળિયા રોડ, સુરાલી કોટમુંડા બેલધા રોડ, સુરાલી ધારિયા ઓવારા 2 રોડ, ખોજ પારડી થી વાઘેચા રોડ, રામપુરાથી બારડોલી મોતા રોડને જોડતો રસ્તો બંધ છે.
પલસાણા તાલુકામાં : આ ઉપરાંત પલસાણા તાલુકામાં બગુમરા તુંડી રોડ, બગુમરા બલેશ્વર રોડ, ઓલ્ડ બી.એ.રોડ પાસિંગ થ્રૂ ચલથાણ બલેશ્વર પલસાણા વિલેજ રોડ, તુંડી દસ્તાન રોડ, હરીપુરા એપ્રોચ રોડ, માંડવી તાલુકામાં વિરપોર ઘલા રોડ, ઉશ્કેર મુંજલાવ રોડ, તેમજ ચોર્યાસી તાલુકાના ખરવાસા ખાંભસલા રોડ બંધ થઈ ગયા છે.
- Navsari Rainfall: ગણદેવીમાં ભારે વરસાદ આફત સમાન, ઘર ધરાશાયી-પરિવાર છત વિહોણો
- Ahmedabad Rain: વહેલી સવારથી મેઘ મહેર, ઘૂંટણ સમા પાણી ભરાતા લોકો અટવાયા
- Navsari Rain: જિલ્લામાં ભારે વરસાદના પગલે NDRFના 22 જવાનોની સ્ટેન્ડ ટુ