સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસયા, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા સુરત : સુરતમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના અડાજણ, જહાંગીરપુરા, રાંદેર, કતારગામ, ખટોદરા, પીપલોદ, વેસું, અઠવાલાઇન્સ, અમરોલી, વરાછા, કાપોદ્રા, ઉંધના, ડિંડોલી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેને કારણે કેટલાક વિસ્તારોમાં ઘૂંટણીયા સુધીના પાણી ભરાતા વાહન ચાલકો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખાસ કરીને અડાજણ રોડ અને લિંબાયતમાં આવેલી મીઠી ખાડી પાસે એકથી દોઢ કલાક જેવો વરસાદ પડી જાય ત્યાં ઘુંટણીયા સુધીના પાણી ભરાઈ જાય છે. જેનો આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી.
મેઘરાજા મન મૂકીને વરસયા :સુરત શહેરમાં એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ દેશભરમાં ચોમાસુ બેસી ગયું છે, ત્યારે સમગ્ર રાજ્યમાં મેઘરાજા બીજી ટર્મ તરફ આગળ વધી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો, ત્યાં મેઘરાજા મન મૂકીને વરસયા છે.
ક્યા કેટલો વરસાદ : માંડવીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો હતો. ઉમરપાડામાં 15મીમી, માંગરોળમાં 12મીમી, પલસાણામાં 10મીમી, પલસાણામાં 10 મીમી જેટલો વરસાદ પડી ચૂક્યો છે. હાલ સુરત શહેરમાં એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. હાલ પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તાપી નદીમાં નવા નીર :સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે. જેને કારણે તાપી નદીની સપાટીમાં વધારો થયો છે અને તાપી નદી પર બનાવવામાં આવેલા કોઝવેની સપાટી 6.69 ઉપર પહોંચી ગઈ છે. વરસાદની પ્રથમ ઇનિંગમાં જ સુરત મહાનગરપાલિકા દ્વારા કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
- Junagadh Monsoon : કેશોદમાં મેઘમહેર, આજે બપોર સુધીમાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો
- Surat Rain : માંડવીનો જીવાદોરી સમાન ગોડધા ડેમ ઓવરફ્લો થતાં લોકો ખુશખુશાલ
- Surat News : કીમ ચોકડી પાસે પસાર થતા સ્ટેટ હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાયા