ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Rain Forecast: સુરત જિલ્લામાં આગામી બે દિવસ દરમ્યાન છૂટોછવાયો વરસાદ પાડવાની સંભાવના - સુરત વરસાદ અપડેટ

બારડોલી સહિત જિલ્લામાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે આગામી બે દિવસ દરમિયાન પણ છુટોછવાયો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 19થી 23 જૂન સુધીની આગાહી હવામાન વિભાગે કરી છે. આ દિવસો દરમ્યાન વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

Surat Rain Forecast
Surat Rain Forecast

By

Published : Jun 18, 2021, 10:57 PM IST

  • 19થી 3 જૂન સુધીની કરવામાં આવી આગાહી
  • 19 અને 20 જુનના રોજ પડી શકે છે હળવો વરસાદ
  • અન્ય દિવસોમાં આકાશમાં વાદળ છવાયેલા રહેશે

બારડોલી: સુરત જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 19 અને 20 જૂન દરમ્યાન વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ પાડવાની પૂરેપુરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન આગાહી

આ પણ વાંચો:Rain Forecast: ગુજરાતમાં ચોમાસું વહેલું બેસી જશે, 11-12 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ પડે તેવી શક્યતા

જિલ્લાના બારડોલી, ચોર્યાસી, કામરેજ, માંગરોળ, ઓલપાડ, પલસાણા, ઉમરપાડા તાલુકામાં આગામી 19 અને 20મી જૂનના રોજ આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે અને ત્યારબાદના દિવસોમાં આકાશ ચોખ્ખું રહેવાની સંભાવના છે. આ દરમિયાન હળવો વરસાદ પડી શકે છે.

હવામાન આગાહી

આ પણ વાંચો:સુરત જિલ્લામાં આગામી 5 દિવસમાં વરસાદ પડે તેવી શક્યતા

તાપમાન 33.5°થી 37.2°વચ્ચે રહેશે મહત્તમ તાપમાન

સમગ્ર જિલ્લાઆમાં મહત્તમ તાપમાન 33.5° થી 37.2°ની વચ્ચે અને લઘુતમ તાપમાન 25.8°થી 27.8° રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ 45થી 72 ટકા અને નૈઋત્ય દિશામાંથી 20થી 34કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. મહુવા તાલુકામાં 19 અને 22 જૂનના રોજ મધ્યમ જ્યારે બાકીના દિવસોમાં હળવા વરસાદની વકી છે. માંડવી તાલુકામાં 19થી 21 જૂન સુધી આંશિક વાદળ છવાયેલા રહેશે. આ દિવસો દરમ્યાન અતિ હળવો વરસાદ પડી શકે છે.

ABOUT THE AUTHOR

...view details