ચાલુ ટ્રેન ખેંચાતા યુવક માટે RPF જવાન બન્યો દેવદૂત સુરત : રેલવે સ્ટેશન પર વડનગર એક્સપ્રેસમાં ચડતી વખતે પ્રવાસી યુવકનું સંતુલન ખોરવાઈ ગયું હતું. ટ્રેન પ્લેટફોર્મ ગેપમાં પાંચ મીટર સુધી ખેંચાઈ જતા લોકોની નજર તેના પર પડી હતી. પ્લેટફોર્મ પર હાજર RPF જવાને સમયસૂચકતા બતાવી અને તરત જ એક્શનમાં આવી યાત્રીનો જીવ બચાવ્યો હતો.
સમયસર યુવકનો જીવ બચી ગયો : ઉનાળાની રજાઓમાં સ્ટેશન પર ભીડનું વાતાવરણ હોય છે, આવી સ્થિતિમાં પ્લેટફોર્મ પર ભારે ભીડ જોવા મળે છે. જેના કારણે સીટ મેળવવાની ઉતાવળમાં પ્રવાસીઓ ચાલતી ટ્રેનમાં ચડવાની કોશિશ કરતા હોય છે, આવી સ્થિતિમાં સંતુલન ગુમાવવાથી ટ્રેન નીચે આવવાની સંભાવના પણ વધી જાય છે. આવી જ એક ઘટના સુરત સ્ટેશનના પ્લેટફોર્મ ફરી એક પર બની હતી. 20959 વડનગર એક્સપ્રેસમાં ચડતી વખતે પ્રવાસી પોતાનું સંતુલન ગુમાવ્યું હતું. જેના કારણે તે ટ્રેન સાથે ચારથી પાંચ મીટર સુધી ખેંચાઈ ગયો હતો, પરંતુ સ્થળ પર હાજર RPFના જવાનોએ સમયસર યુવકનો જીવ બચાવ્યો હતો.
આ પણ વાંચો :Surat Exclusive News : યુપી બિહારના શ્રમિકો દંડા લાફા ખાઈને ટ્રેનની મુસાફરી કરવા મજબૂર, પ્લેટફોર્મ રણભૂમિ જેવું બન્યું
પ્લેટફોર્મ ગેપમાં પડી ગયો : સમગ્ર મામલેસુરત RPF જવાને જણાવ્યું હતું કે, RPFના હેડ કોન્સ્ટેબલ દયાશંકર સરોજ રોજની જેમ પ્લેટફોર્મ એક પર સેટલમેન્ટ ડ્યુટી પર હતા. તે જ સમયે, વડનગર એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ 1 પર ઉભી રહી હતી અને એક પ્રવાસી ચાલુ ટ્રેને ચઢવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. પ્રવાસીનું નામ મોહમ્મદ સલીમ છે. જે સુરતથી અમદાવાદ જતી વડનગર એક્સપ્રેસમાં બેસી રહ્યો હતો, પરંતુ તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને તેને ચારથી પાંચ મીટર ખેંચીને ટ્રેન અને પ્લેટફોર્મ ગેપમાં પડી ગયો હતો.
આ પણ વાંચો :Surat Railway Station : પરપ્રાંતિયો માટે નવી ટ્રેનોની માંગણી, જો નહીં મળે ટ્રેન તો ધરણાં પ્રદર્શન
RPFના જવાનની તત્પરતાની પ્રશંસા :પરંતુ RPFના હેડ કોન્સ્ટેબલ દયાશંકર સરોજે જોતા જ સતર્કતા બતાવીને તેને બહાર કાઢ્યો અને પ્રવાસીનો જીવ બચાવી શકાયો. સુરત RPFએ જવાનની તત્પરતાની પ્રશંસા કરી અને પ્રવાસીને ટ્રેનમાં ચઢવા અને ઉતરવા માટે ઉતાવળ ન કરવા અપીલ કરી છે. કારણ કે તે જોખમ તરફ દોરી શકે છે.