ગુજરાત

gujarat

ETV Bharat / state

Railway Mega Block: ત્રણ દિવસ માટે દક્ષિણ ગુજરાતના કેટલાક રેલવે રૂટ બંધ, મુંબઈ જવું મુશ્કેલ - રેલવે બ્લોક

સુરત ઉધના રેલવે સ્ટેશન ઉપર 4 માર્ચથી 6માર્ચ સુધી મેગા બ્લોક નાખવામાં આવશે. જેને કારણે ઘણી બધી ટ્રેનો રદ કરવામાં આવી છે. હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સોમવાર સુધી આ કામ ચાલશે. જેને કારણે આવતીકાલે શનિવારે પ્રેરણા એક્સપ્રેસ, મુંબઈ-નંદુરબાર, બાંદ્રા-જામનગર અને મુંબઈ-અમદાવાદ સેન્ટ્રલ ટ્રેન રદ કરવામાં કરવામાં આવી છે.

Surat Railway: સુરત ઉધના રેલવે સ્ટેશન ઉપર 4 માર્ચથી 6માર્ચ સુધી મેગા બ્લોક નાખવામાં આવશે, જેને કારણે ઘણી બધી ટ્રેનો રદ કરવામાં આવી
Surat Railway: સુરત ઉધના રેલવે સ્ટેશન ઉપર 4 માર્ચથી 6માર્ચ સુધી મેગા બ્લોક નાખવામાં આવશે, જેને કારણે ઘણી બધી ટ્રેનો રદ કરવામાં આવી

By

Published : Mar 4, 2023, 12:58 PM IST

Updated : Mar 4, 2023, 1:15 PM IST

સુરત ઉધના રેલવે સ્ટેશન ઉપર 4 માર્ચથી 6માર્ચ સુધી મેગા બ્લોક નાખવામાં આવશે, જેને કારણે ઘણી બધી ટ્રેનો રદ કરવામાં આવી

સુરત:ઉધના રેલવે સ્ટેશન ઉપર 4 માર્ચથી 6માર્ચ સુધી મેગા બ્લોક નાખવામાં આવશે.જેને કારણે ઘણી બધી ટ્રેનો રદ કરવામાં આવી છે.જેને કારણે હજારો મુસાફરોની હોળી બગડી શકે છે. આ મેગા બ્લોકનું એલાન વેસ્ટર્ન રેલવે ડિવિઝન તરફથી કરવામાં આવ્યું છે. જેના કારણે સુરતથી જાહેરાત થતા મુંબઈ જતી ટ્રેનને સીધી અસર પહોંચવાની છે. જ્યારે સામે મુંબઈથી આવતી ટ્રેન પણ બ્લોક કરી દેવામાં આવી છે. જેની સીધી અસર રેલવેના પ્રવાસીઓને પડશે.

મેગા બ્લોક:સુરત ઉધના રેલવે સ્ટેશન ઉપર 4 માર્ચથી 6માર્ચ સુધી મેગા બ્લોક નાખવામાં આવશે. જેને કારણે ઘણી બધી ટ્રેનો રદ કરવામાં આવી છે. જેને કારણે હજારો મુસાફરોની હોળી બગડી છે. કારણકે આવતીકાલે (રવિવારથી) જ આ આ કામ શરૂ થશે અને સોમવાર સુધી આ કામ ચાલશે. જેને કારણે આવતીકાલે શનિવારે પ્રેરણા એક્સપ્રેસ, મુંબઈ નંદુરબાર, બાંદ્રા જામનગર અને મુંબઈ અમદાવાદ સેન્ટ્રલ ટ્રેન રદ કરવામાં કરવામાં આવી છે.

આ પણ વાંચો Surat Crime: એક એવો ડોક્ટર જેને સારવારમાં નહીં પણ લોકોને છેતરવામાં રસ હતો, પોલીસે કરી ધરપકડ

કામ કાજ શરૂ:ઉધના રેલ્વે સ્ટેશનના નવા મોડલનું આજથી કામ કાજ શરૂ કરવામાં આવ્યું છે.આ કામ આજથી શરૂ કરવામાં આવ્યું છે. આ કામ સોમવાર 6 તારીખ સુધી ચાલશે. જેથી ઘણા બધા મુસાફરોને મુશ્કેલી પડશે.પરંતુ આ કામથી ઉધના રેલ્વે સ્ટેશનને ખુબ જ ફાયદો થવાનો છે. તે ઉપરાંત ઉધના યાર્ડને પણ ખુબ જ ફાયદો થવાનો છે. ઉંધના યાર્ડનો જે ટ્રેકની સમસ્યાઓ આવી રહી છે. તે પણ આ કામ થયા બાદ તે સમસ્યાનો અંત આવશે. જેથી જલગાવ થી ઉધના પર આવનારી ગાડીઓને અમે પ્લેટફોર્મ 4 અને 5 ઉપર ઉભી રાખીશું--રેલ્વે સ્ટેશનના સીપીઆરઓ સુમિત ઠાકુર

આ પણ વાંચો

મુસાફરોને ભારે હાલાકી:રવિવારે વડોદરા વલસાડ, સુરત ઇન્ટર્સીટી, કર્ણાવતી એક્સપ્રેસ, ફ્લાઇન્ગ રાની સહીત 25 ટ્રેનો રદ કરવામાં આવી છે. સોમવારે બોરીવલી- અમદાવાદ, બાંદ્રા -ભાવનગર,બાંદ્રા અજમેર, પ્રેરણા અમદાવાદ, કર્ણાવતી, વડોદરા દહાણુ ટ્રેન રદ કરવામાં આવી છે. એમ કુલ 70 જેટલી ટ્રેનો રદ કરવામાં આવ્યા છે. તો કેટલીક ટ્રેનો ને ડાઇવટ કરવામાં આવ્યા છે.આ ત્રણ દિવસ ટ્રેનો રદ થતા મુસાફરોને ભારે હાલાકી પડશે.

Last Updated : Mar 4, 2023, 1:15 PM IST

ABOUT THE AUTHOR

...view details