સુરતની એ પ્લસ ગ્રેડ ધરાવતી પી.ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સને સ્વાયત્ત સંસ્થા તરીકેની મંજૂરી મળી સુરત : સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને નેક એક્રિડિટેશનમાં એ પ્લસ ગ્રેડ ધરાવતી પી.ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સને સ્વાયત્ત સંસ્થા તરીકેની મંજૂરી મળી છે. તે સાથે જ ઓટોનોમસ સ્ટેટસ ધરાવતી દક્ષિણ ગુજરાતની પ્રથમ કોલેજ બની છે અને ગુજરાત રાજ્યની છઠ્ઠી કોલેજ બની ગઇ છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને નવી માર્ગદર્શિકાને આધીન પી.ટી.સાયન્સ કોલેજને 10 વર્ષનું ઓટોનોમસ સ્ટેટસ આપ્યું છે. નવી શિક્ષણનીતિ અને નવા શૈક્ષણિક બદલાવો વચ્ચે પી.ટી.સાયન્સને મળેલું ઓટોનોમસ સ્ટેટસ મહત્ત્વની ઘટના હોવાનો મત શિક્ષણવિદો આપી રહ્યા છે.
કોલેજ પોતાની રીતે નિર્ણય લઈ શકશે : કોલેજને ડિસેમ્બર 2022માં નેક એસેસમેન્ટના 3.35 સીજીપીએ સાથે એ પ્લસ ગ્રેડ મળ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી કોલેજને GSIRFમાં ફાઇવ સ્ટાર રેટિંગ પ્રાપ્ત થયું છે. એવામાં હવે સ્વાયત્ત સંસ્થા તરીકેની મંજૂરી મળતા જ કોલેજ વિવિધ વિદ્યાશાખાના અભ્યાસક્રમો, પ્રવેશ, પરીક્ષા, પરિણામ સંબંધિત નિર્ણય પોતાની રીતે લઇ શકશે.
પી.ટી.સાયન્સ કોલેજને ડિસેમ્બર 2022ની અંદર નેટ દ્વારા A+WITH CGPA 3.35 જાહેર કરવામાં આવ્યું હતું. 2018ની વર્ષમાં ઓટોનોમસ તરીકેની અરજી યુજીસીમાં કરી હતી. તે અરજી દરમિયાન યુજીસીએ અહીં એક ટીમ મોકલી હતી. તે ટીમ દ્વારા અમારી કોલેજને કેટલાક સજેશનો કરવામાં આવ્યા હતા કે, આટલું તમે ફૂલફીલ કરો તો તમને ઓટોનોમસ તરીકેનો દરજ્જો મળી શકે છે. એટલે અમારો A+ આવ્યો અને બીજી બાજુમાં અમારે ત્યાં જે અધ્યાપકોની જે ઘટ હતી તે પૂરી કરી નાખી. જેને કારણે અમારે ત્યાં 13 નવા અધ્યાપકો જોડાયા. - ડો.પૃથુલ દેસાઇ (આચાર્ય, પી.ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ)
ઓટોનોમસ કોલેજનું સ્ટેટસ મળ્યું : વધુમાં જણાવ્યું કે, યુનિવર્સિટીની અંદર ઓટોનોમસ કોલેજ માટેનું સ્ટેટ્યુટ કે પછી ઓડિન્યુસમાં ફેરફાર લાવવા માટે તેઓ સજેશન કર્યું હતું. તેમાં પણ યુનિવર્સિટી દ્વારા ઓડિન્યુસમાં ફેરફાર કરી તેમાં ઓટોનોમિસ કોલેજ માટે એટલે બધી જ કન્ડિશન અમે ફુલફીલ કરી હતી. એટલે અત્યારની જે લેટેસ્ટ ગાઈડ લાઈન 2023ની તેમાં એમ લખવામાં આવ્યું હતું કે, જે કોલેજોની અરજી યુજીસી સાથે પેન્ડિંગ છે. તેઓએ હવે નવી અરજી કરવાની રહેતી નથી. જેથી અમે કોલેજ તરીકે યુજીસીને જાણ કરી કે, તમામ પ્રકારની કન્ડિશન ફૂલફીલ કરવામાં આવી છે.
ટીચિંગથી લઈને એક્ષામની પ્રક્રિયાઓ :ગાઇડલાઇન્સ પ્રમાણે અમારી અરજીઓ છે જ તેને ધ્યાનમાં રાખીને તમે અમને ઓટોનોમસ કોલેજનું સ્ટેટસ આપો. જેથી એ પ્રમાણે અમને 31 મેં 2023ના રોજ ઓટોનોમસ કોલેજનું સ્ટેટસ મળ્યું છે. ઓટોનોમિસ કોલેજ એટલે કે, સ્મોલ યુનિવર્સિટી છે. તે પોતાના અભ્યાસક્રમ નક્કી કરી શકે છે. ટીચિંગથી લઈને એક્ષામની પ્રક્રિયાઓ પોતે નક્કી કરી શકે છે. તે નવા પ્રોગ્રામ પણ શરૂ કરી શકીયે છીએ. પીએચડી સુધીનો પ્રોગ્રામ પણ અમે ચાલુ કરી શકીએ છીએ.
- NAMO Medical College: PM મોદી સેલવાસ ખાતે નમો મેડિકલ કોલેજનું કરશે ઉદ્ઘાટન, જાણો વિદ્યાર્થીઓને શું થશે ફાયદો
- Vadodara News : યુનિવર્સિટીના 553 વિદ્યાર્થીઓને નોકરી મળી, લાખો રૂપિયાની ઓફર સાથે હજુ પણ પ્રક્રિયા ચાલુ
- Ahmedabad News : પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ બનાવ્યું બ્રિક મેકિંગ મશીન, ઘરના તાપમાનમાં ઘટાડો કરશે