ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime: પોલીસને પણ કાયદો લાગુ પડે ખરા? વીજપોલ પકડાવી દંડા મારતો વીડિયો વાયરલ - PI beaten accuse in public

સુરત ગ્રામ્ય પોલીસની દાદાગીરી હાલ એક વીડિયોમાં સામે આવી છે. કાયદાની તમામ કલમ લાગુ પડતી હોવા છતાં તાલિબાની સજા પોલીસ ફરમાવતી નજરે પડે છે.પોલીસ હાથમાં દંડા લઈને જાહેરમાં મારામારીના કેસના આરોપીને જાહેરમાં વીજળી થાંભલાને પકડવાનું કહીને જાહેરમાં દંડાથી માર મારી રહી છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જોકે, આરોપીને આટલી બર્બરતાથી મારવાની શું જરૂરિયાત છે જ્યારે તેની ઉપર કેસ કરવામાં આવ્યો હોય તે મોટો પ્રશ્ન છે.

Surat Crime: પોલીસને પણ  કાયદો લાગુ પડે ખરા? વીજપોલ પકડાવી દંડા મારતો વિડિયો વાઇરલ
Surat Crime: પોલીસને પણ કાયદો લાગુ પડે ખરા? વીજપોલ પકડાવી દંડા મારતો વિડિયો વાઇરલ

By

Published : Jul 17, 2023, 9:45 AM IST

પોલીસને પણ કાયદો લાગુ પડે ખરા? વીજપોલ પકડાવી દંડા મારતો વિડિયો વાઇરલ

સુરત:ગ્રામ્ય પોલીસના સાયણ પોલીસ મથક વિસ્તારમાં એક આરોપીને બે પોલીસ કર્મીઓ હાથ પગ ખેંચીને વીજળીના થાંભલા પાસે લઈ જાય છે અને ત્યાં વીજળીના થાંભલા પાસે તેને ઉભા કરી દે છે. ત્યારે જ ખાખી વર્દીમાં ત્યાં સાયણ પોલીસ મથકના પી.એસ.આઇ યુ.કે. ભરવાડ હાથમાં દંડા લઈને આરોપી પાસે આવે છે અને બે દંડા મારે છે. ત્યારબાદ આરોપી નીચે પડી જાય છે. ત્યાર પછી ફરીથી આરોપીને અન્ય પોલીસ કર્મીઓ ઊંચકીને વીજળીના થાંભલા પાસે લઈ જઈ ઉભા કરી દે છે. ત્યારબાદ પછી પીએસઆઇ ભરવાડ ત્રણ દંડા મારે છે અને ફરી એક વખત આરોપી નીચે પડી જાય છે. આરોપીના હાથમાં હથકડી છે. આરોપી ઉપર મારામારીનો કેસ પણ સાયણ પોલીસ મથકમાં નોંધાઈ ચૂક્યો છે. તેમ છતાં પોલીસ જાહેરમાં આરોપીને લાવીને વીજળીના થાંભલાને પકડવાનું કહીને માર મારે છે.

ઘટનાનો વિડીયો વાયરલ: વીજળીના થાંભલા સાથે અડાડીને માર મારવું કેટલો યોગ્ય? આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. સૌથી અગત્યની વાત છે કે, જ્યારે આરોપી ઉપર કાયદાકીય કાર્યવાહી પોલીસ પોતે કરી રહી છે ત્યારે શા માટે જાહેરમાં તેને માર મારવામાં આવી રહ્યો છે ? સાયણ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુ.કે ભરવાડ શા માટે જાહેરમાં તાલીબાની સજા ફરમાવી રહ્યા છે ? આઇપીસી સીઆરપીસીની આટલી બધી કલમ હોવા છતાં શા માટે એક આરોપીને જાહેરમાં દંડાવાળી કરીને પોલીસ માર મારી રહી છે ? પીએસઆઇ યુકે ભરવાડ અગાઉ પણ વિવાદમાં રહી ચૂક્યા છે. સાયણ પહેલા જે પોલીસ મથકમાં તેઓ ફરજ બજાવી રહ્યા હતા ત્યાં એજન્સી દ્વારા રેઈડ કરવામાં આવી હતી. પ્રોહેબિશનનો કેસ નોંધાયો હતો. જેથી તેમની બદલી સુરત ગ્રામ્યમાં કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, વીડિયોમાં સ્પષ્ટપણે પીએસઆઇ ભરવાડ જોવા મળે છે. જોકે વરસાદની સિઝનમાં વીજળીના થાંભલા સાથે કોઈ આરોપીને આવી રીતે પકડાવીને માર મારવાથી એ વસ્તુ ઘાતક પણ સાબિત થઈ શકે એમ હતું.

"તેણે કોઈપણ આરોપીને જાહેરમાં માર માર્યો નથી. આવો કોઈ પણ વિડીયો નથી. ચાર દિવસ પહેલા હત્યાનો પ્રયાસ અંગે કેસ નોંધાયો હતો. પરંતુ આરોપીને માર મારવામાં આવ્યો નથી"-- યુ.કે.ભરવાડ (પીએસઆઇ)

સરઘસ કાઢવાની પ્રથા: સુરત પોલીસ દ્વારા સરઘસ કાઢવાની પ્રથા ચાલી રહી છે. આ કોઈ પ્રથમ ઘટના નહીં કે, જ્યાં પોલીસે આરોપીને માર માર્યો હોય સુરત શહેરની વાત કરવામાં આવે તો છેલ્લા 15 દિવસથી સુરત શહેરમાં આરોપીઓનું સરઘસ કાઢવાની પ્રથા ચાલી રહી છે. હાઇકોર્ટની સખત ટિપ્પણી છે કે, કોઈપણ આરોપીનો સરઘસ કાઢવામાં નહીં આવે તેમ છતાં સુરત પોલીસના વરાછા,ગોડાદરા પાંડેસરા, લિંબાયત અને ઉધના વિસ્તારમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. એટલું જ નહીં તેનું વિડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. જ્યારે હાઇકોર્ટ સખત ટિપ્પણી કરતી હોય ત્યારે પોલીસ શા માટે આ ટિપ્પણીને નજર અંદાજ કરી આવી સરઘસ પ્રથા કરી રહી છે એ મોટો પ્રશ્ન છે?

  1. Surat News : સુરતમાં મોબાઈલ ચાર્જ ખેંચતા બોર્ડનો તાર યુવકને અડી ગયો, તરત પ્રાણ પંખીડા ઉડી ગયા
  2. Surta News : સુરત APMCમાં કચરામાંથી મોંઘા ટામેટા વીણીને મહિલા કરે છે કંઇક આવું...

ABOUT THE AUTHOR

...view details