સુરતઃ સુરત પોલીસ કમિશનરે ત્રણ દિવસ સુધી કોઈ ચલણ નહીં લેવાનો નિર્ણય લીધો છે. કમિશનર બ્રહ્મભટ્ટે કહ્યું કે, આવનારા ત્રણ દિવસ દરમિયાન કોઈ પ્રકારનું ચલણ લેવામાં આવશે નહીં.
સુરત પોલીસ કમિશનરનો મહત્વનો નિર્ણય, ત્રણ દિવસ સુધી કોઇ ચલણ નહીં લેવાય
એક તરફ કોરોના વાઇરસ સંક્રમણને લઈ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર ચિંતામા છે, ત્યારે ટ્રાફિક નિયમનના પાલન માટે રોડ પર તૈનાત ટ્રાફિક પોલીસ કર્મી દિવસમાં અનેકવાર સામાન્ય જનતા પાસે ચલણની કાર્યવાહી દરમિયાન સંપર્કમાં આવતા હોય છે. જેથી આવી સ્થિતિમાં ત્રણ દિવસ સુધી ઈ-ચલણ અને અન્ય ટ્રાફિક ચલન ન લેવા અંગે સુરત પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટે નિર્ણય લીધો છે. જો કે, મોટા ટ્રાફિક વાયલન્સના કેસોમાં પોલીસ કાર્યવાહી કરશે.
ત્રણ દિવસ સુધી ઈ-ચલણ અને અન્ય ટ્રાફિક ચલન ન લેવા અંગે સુરત પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટ મહત્વના નિર્ણય
સુરતમાં તમામ પીસીઆર વાન કોરોના વાઇરસ અંગે લોકોને જાગૃત કરવા લાઉડ સ્પીકર પર સંદેશો આપી રહ્યા છે. લોકોને જાગૃત રહેવા માટે માસ્ક અને સેનિટાઈઝરના ઉપયોગ કરવા અપીલ કરી રહ્યા છે.
કોરોના વાઇરસના સંક્રમણનીથી બચવા માટે લોકો બહાર ન નીકળે અને ઘરમાં રહે આવી અપીલ પણ સુરત પોલીસ દ્વારા પીસીઆર વાન થકી હિન્દી અને ગુજરાતી ભાષામાં કરવામાં આવી રહી છે.