સલાબતપુરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને બાતમી મળી કે, મુસ્તાક ઉર્ફ બાણગુ નામનો યુવક પિસ્તોલ અને ચપ્પુ લઈને મોપેડ પર સલાબતપુરા રિંગરોડથી ભેસ્તાન આવાસ જવાનો છે. તેથી બાતમીના આધારે મંગળવારે સલાબતપુરા પોલીસે રિંગરોડ પરથી આરોપી મુસ્તાક ઉર્ફ બાણગુ મોહમંદ હુસેન શેખની ધરપકડ કરી હતી. પોલીસને તેની પાસેથી એક સેમી ઓટોમેટીક ટ્રિગરવાળી પિસ્તોલ અને બે કાર્ટીઝ અને એક છુરો મળી આવ્યો હતો.
સુરત પોલીસે સેમી ઓટોમેટિક પિસ્તોલ સાથે આરોપીને ઝડપી પાડ્યો - gujarati news
સુરત: શહેરના સલાબતપુરા પોલીસે સેમી ઓટોમેટિક પિસ્તોલ સાથે એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે, આ પિસ્તોલ તેને લિંબાયતના સંગમ બેન્ડવાળા મોહસીન સંગમ અને મોહમદ હાસીમે આપી હતી.
Surat police
પોલીસ તપસામાં આરોપીની કડક પૂછપરછ કરતા તેને જણાવ્યું કે, તમંચો લિંબાયતના સંગમ બેન્ડવાળા મોહસીન સંગમ અને મોહમદ હાસીમે આપી હતી. હાલ પોલીસે આ આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.