ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : AMNS કંપનીમાં વેલ્ડીંગનું કામ કરતો યુવક 10 ફૂટના ટાકામાં પડતા મૃત્યુ - Hazira AMNS Company Youth dies

સુરતના હજીરા વિસ્તારમાં આવેલી કંપનીમાં એક યુવકનું મૃત્યુ નિપજ્યું છે. નાઈટ શિફ્ટ યુવક વેલ્ડીંગનું કામ કરી રહ્યો હતો તે સમય ભારી ગદર તૂટી પડતા યુવક 8થી 10 ફૂટ ટાંકામાં પડી ગયો હતો. 3 કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢતા યુવકોનો મૃતદેહ હાથમાં આવ્યો હતો. (Hazira AMNS Company Youth dies)

Surat News : AMNS કંપનીમાં વેલ્ડીંગનું કામ કરતો યુવક 10 ફૂટના ટાકામાં પડતા મૃત્યુ
Surat News : AMNS કંપનીમાં વેલ્ડીંગનું કામ કરતો યુવક 10 ફૂટના ટાકામાં પડતા મૃત્યુ

By

Published : Feb 4, 2023, 12:18 PM IST

Updated : Feb 4, 2023, 2:00 PM IST

સુરત : શહેરના હજીરા વિસ્તારમાં આવેલી AMNS ટાઉનશીપમાં રહેતો 29 વર્ષીય અનુપ રામનારાયણ સિંગ કંપનીમાં જ વેલ્ડીંગનું કામ કરે છે. તેમની ગઈકાલે કંપનીમાં નાઈટ શિફ્ટ હોવાને કારણે કામ કરી રહ્યો હતો. તેઓ કંપનીના એક પ્લાન્ટમાં લોખંડની ભારી ભરખમ ગદર પર ઉભા રહી મશીન વડે હોલ કરતો ત્યારે જ અચાનક જ ગદર તૂટી ગયું હતું અને તેઓ નીચે પડી ગયો હતો. જોકે નીચે 8થી 10 ફૂટનો ટાંકો હતો. તે ટાકામાં પાણી ભર્યું હતું. જેથી તેઓ નીચે પડતાની સાથે ડૂબી ગયો હતો.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો : ઘટનાની જાણ થતા જ કંપનીના સિક્યુરિટી ગાર્ડ આવી ગયા હતા. તેમને બહાર કાઢી તાત્કાલિક કંપનીને જ હોસ્પિટલમાં જોવામાં આવ્યો હતો, ત્યાંથી તેમને કંપનીના એમ્બ્યુલન્સ મારફતે હવે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. અહીં ફરજ પરનો ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. હાલ આ મામલે હજીરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :સુરતની ઝૂંપડપટ્ટીઓમાં આગ લાગતા લોકો થયા ઘરવિહોણા, કોઈ જાનહાની નહીં

AMNS કંપનીમાં છેલ્લા છ વર્ષથી કામ કરતો :આ બાબતે AMNS કંપનીના સુપરવાઈઝર જગન્નાથે જણાવ્યું કે, મૃતક અનુપ રામનારાયણ સિંગ કંપનીમાં છેલ્લા છ વર્ષથી કામ કરી રહ્યા હતા. તેઓ ટેકનિકલ અને વેલ્ડીંગ વિભાગમાં હતા. ગઈકાલે તેમની નાઈટ શિફ્ટ હોવાને કારણે તેઓ રાતે કામ કરી રહ્યા હતા અને વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ તેઓ ટાકામાં પડ્યા હતા. મને સાડા ત્રણ વાગ્યાની આસપાસ સિક્યુરિટી રૂમ દ્વારા આ મેસેજ આપવામાં આવ્યો હતો કે, આ રીતે ઘટના બની છે. જેથી મેં તાત્કાલિક ઘટના સ્થળ પર જતો રહ્યો હતો.

મોટરથી ટાંકાનું પાણી ખાલી કરવામાં આવ્યું :જગન્નાથે કહ્યું કે, જે જગ્યા પર તેઓ પડ્યા હતા, ત્યાં મોટો ટાંકો છે અને તેની અંદર પાણી પણ ભર્યું હતું. જેથી તેઓ દેખાતા પણ ન હતા. અંતે અમારે મોટરથી પાણી ખાલી કરી તેમને બહાર કાઢવામાં આવ્યો હતો. પાણી ખાલી કરતા જ અમને ત્રણ કલાકનો સમય લાગી ગયો હતો. તેમને બહાર લાવતા જ તેમના માથાને ભાગે ખૂબ જ ગંભીર ઇજાઓ હોવાને કારણે તાત્કાલિક કંપનીની હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં કહેવામાં આવ્યું કે તેમનું મૃત્યુ નિપજ્યું છે. જેથી અમે તેમને કંપનીની એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં પણ ટ્રોમાં સેન્ટરના ફરજ પરના ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યો હતો. હાલ તેમની બોડીને પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો :CA Foundation Result: સુરતના વિદ્યાર્થીએ અત્યાર સુધીના હાઈએસ્ટ માર્ક મેળવી રચ્યો ઈતિહાસ

પોતાના પરિવારને મદદરૂપ થતા હતા : જગન્નાથે કહ્યું કે, તેઓ મૂળ બિહારના છે અને છેલ્લા છ વર્ષથી આજ કંપનીમાં કામ કરી પોતાના પરિવારને અહીંથી જ મદદરૂપ થતા હતા. તેમનો આખો પરિવાર તેમના મૂળ વતન બિહારમાં રહે છે. અહીં તેઓ એકલા રહેતા હતા. તેમના પરિવારને જાણ કરી દેવામાં આવી છે.

Last Updated : Feb 4, 2023, 2:00 PM IST

ABOUT THE AUTHOR

...view details