સુરતઃ ઉમરા પોલીસ મથકના રામ ચોકીના (Surat Umra Police)મહિલા સબ ઇન્સ્પેકટર કે.એન. ચોપરા ઘોડદોડ રોડ સ્થિત રહેતા વેપારી કરણ સહાનીના ઘરે રેડ કરવા માટે ગયા હતાં. પરંતુ અહી કોઈ વાંધા (Surat police personnel suspended)જનક વસ્તુ હાથ લાગ્યું ન હતું. એટલું જ નહી નાર્કોટીકસનો કેસ(case of narcotics) કરવાની ધમકી આપી4 લાખની માંગ કરીહતી. આ ઉપરાંત વેપારી અને તેના વૃદ્ધ માતાપિતા સાથે ગેરવર્તણૂક પણ કરી હતી.
રેડ કર્યાની નોંધ ડાયરીમાં ન હતી -આ ઉપરાંત મહિલા PSIએ ઉપલી અધિકારીને જાણ કર્યા વિના જ રેડ કરવા ગયા હતાં અને રેડ કર્યાની નોંધ પણ ડાયરીમાં ન હતી. આ ઘટના બાદ વેપારીએ પોલીસ કમિશનરને મળી રજૂઆત(Threatened and demanded ransom)કરી હતી. જેથી પોલીસ કમિશનર દ્વારા તપાસ કરી આ મામલે મહિલા PSI અને તેના સાથે બે કોન્સ્ટેબલ હરેશ ઘનશ્યામ બુસડીયા અને સત્યપાલસિંહ દિગ્વિજય સિંહને સસ્પેન્ડ કરી દીધા હતાં. આ અંગે ઉપલી અધિકારી કે ડાયરીમાં નોંધ કર્યા વિના આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી આ અંગે સુરત પોલીસ કમિશનર દ્વારા મહિલા PSI સહિત 2 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયા છે.