શહેરીજનોની સલામતી માટે આ ખાસ મોડીફાઇડ બાઈકથી પેટ્રોલિંગ કરવામાં આવશે સુરત : ધૂમ ફિલ્મ સ્ટાઇલમાં બાઇક હાંકી આતંક મચાવનાર લોકો અને અપરાધીઓની હવે ખેર નહીં રહે. કારણ કે સુરત પોલીસ હવે મોડીફાઇડ બાઈક પર આરોપીઓનો પીછો કરશે અને પેટ્રોલિંગની પ્રક્રિયા હાથ ધરશે. આજે સુરત શહેરમાં 104 મોડીફાઇડ મોટરસાયકલનું રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.
સુરત પોલીસને વધુ મજબૂત બનાવતાં પગલાં તરીકે પેટ્રોલિંગ પ્રક્રિયા સઘન બનાવતાં હર્ષ સંઘવી હર્ષ સંઘવીના હસ્તે લીલી ઝંડી : ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરતમાં અપરાધિક ઘટનાઓને ડામવા માટે બાઈક પેટ્રોલીંગની સૌથી વધુ જરૂરિયાત છે. આ જ કારણ છે કે સુરત શહેર પોલીસ દ્વારા શહેરીજનોની સુરક્ષા માટે અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓ અને બાળકો તેમજ વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે મોડીફાઇડ મોટરસાયકલ હવે વધુ ઉપયોગ કરવા જઈ રહી છે. આ મોડીફાઇડ બાઈકોને રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે લીલી ઝંડી બતાવી પોલીસ મહેકમમાં સામેલ કરવામાં આવી છે.
આ પણ વાંચો Surat Police : સુરતીમાં હવે 100 નંબર પર ફોન કરી મેળવી શકાશે લોન, દેશમાં સૌપ્રથમ વખત પોલીસની અનોખી પહેલ
ચીલઝડપની ઘટનાઓ બનતી હોય છે : અઠવાલાઇન્સ વિસ્તારમાં આજે 104 મોડીફાઇડ મોટરસાયકલ સુરત પોલીસ બેડામાં સામેલ થઈ છે. 91 મોડીફાઇડ બાઈક પોલીસ સ્ટેશનને આપવામાં આવી છે. એટલું જ નહીં 13 એક્ટિવા મહિલા પોલીસની શી ટીમને આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ પાસે અગાઉ 80 મોટીફાઇડ મોટરસાયકલ હતી. પરંતુ સુરત શહેરનો વિસ્તાર મોટો હોવાના કારણે તેમાં પેટ્રોલિંગ કરવા માટે વધુ મોડીફાઇડ બાઈકની જરૂર હતી. જેથી હવે સુરતમ પોલીસ પાસે વધુ 104 મોડીફાઇડ મોટરસાયકલનું સમાવેશ થયો છે.
ગીત વિસ્તારમાં સહેલાઇથી જશે પોલીસ :સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં આ પેટ્રોલિંગ વધારો કરવાની ખાસી જરૂર છે. કારણ કે ત્યાં અવારનવાર મારામારીની અથવા તો ચીલઝડપની ઘટનાઓ બનતી હોય છે. એટલું જ નહીં, શહેરના કેટલાક વિસ્તારમાં મોબાઇલ સ્નેચિંગ અને ચેઇન સ્નેચિંગની ઘટના પણ બનતી હોય છે. સૌથી અગત્યની વાત છે કે સુરતનો જે જૂનો વિસ્તાર છે ત્યાં ફોર વ્હીલર વાહન જવામાં મુશ્કેલી થાય છે. આવી પરિસ્થિતિમાં મોડીફાઇડ બાઈક સહેલાઈથી આ વિસ્તારમાં જઈ શકશે અને અપરાધીઓમાં ખોફ જોવા મળી શકશે.
આ પણ વાંચો Surat News : આરોપી સુધારવા માંગશે તો પોલીસ કરશે મદદ : પોલીસ કમિશનર
લોકો સલામતીનો અનુભવ કરશે : આ અંગે સુરતના પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે શહેરીજનોની સલામતી માટે આ ખાસ મોડીફાઇડ બાઈકથી પેટ્રોલિંગ કરવામાં આવશે. આ મોડીફાઇડ બાઇકના કારણે શહેરના લોકો સલામતીનો અનુભવ કરશે. કોઈ પણ પરિસ્થિતિ વણશે તો બે પોલીસ જવાનો પણ સાયરન વગાડી ઘટનાસ્થળે પહોંચી શકશે.