- પોલીસ દ્વારા ભીખ મંગાવતા બાળકોને લઈને ખાસ ઝુંબેશ શરૂ
- ભીખ માગીતા બાળકોનું તાત્કાલિક રેસ્કયું
- ભીખ માંગતા બાળકો દેખાય તો પોલીશને જાણ કરવીઃ પોલીસ કમિશનરે જાહેર
સુરતઃ પોલીસ દ્વારા ભીખ મંગાવતા બાળકોને લઈને ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરમાં કોઇપણ જગ્યાએ નાગરિકોને કોઈ બાળક ભીખ માંગતા નજરે પડે તો તાત્કાલિક પોલીસને 100 નંબર પર પોલીસ કંટ્રોલમાં જાણ કરવા પોલીસ કમિશનરે જાહેર જનતાને અપીલ કરી છે. જેથી જનતાના સહયોગથી ભીખ માગી રહેલા બાળકોનું તાત્કાલિક રેસ્કયુ કરી ભીખ મંગાવનારઓ સામે પોલીસ કાર્યવાહી કરી શકશે.
ભીખ માંગતા બાળકો દેખાય તો 100 નંબર પર જાણ કરો: પોલિશ કમિશનર
સુરત શહેરમાં ધાર્મિક મંદિર હોય કે, ટ્રાફિક સિગ્નલો પર નાના બાળકો ભીખ માગતા નજરે પડતા હોય છે. બાળકોના ભવિષ્યને ધ્યાને લઇ સુરત પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરમાં કોઇપણ જગ્યાએ બાળક ભીખ માગતા નજરે પડે તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ નંબર 100 ફોન કરવા જાગૃત નાગરિકોને શહેર પોલીસ કમિશનરે અપીલ કરી છે. જેથી જાગૃત નાગરિકોના સહયોગથી ભીખ માગી રહેલા બાળકોનું તાત્કાલીક રેસ્ક્યુ કરી ભીખ મંગાવનાર કસૂરવારો સામે કાર્યવાહી કરી શકાશે
નાનપણથી જ ભીખ માગતો બાળક મોટો થઈ ગુનાખોરીના રસ્તે જઈ શકે છે
શહેરમાં ખાસ કરીને ધાર્મિક સ્થળોની બહાર અને ટ્રાફિક સિગ્નલો પર નાનાં બાળકો પાસે ભીખ મગાવતા હોવાના કિસ્સાઓ અગાઉ સામે આવ્યા હતા, જેથી શહેર પોલીસ કમિશનરે નાનાં બાળકો પાસે ભીખ મગાવતા વાલીઓ સામે કડક કાર્યવાહીનો આદેશ કર્યો હતો, સાથે સીપીએ ટ્રાફિક-પોલીસ અને સ્થાનિક પોલીસને પણ આ બાબતે જાણ કરી છે. નાનપણથી જ ભીખ માગતો બાળક મોટો થઈ ગુનાખોરીના રસ્તે જઈ શકે છે, જેથી પોલીસે બાળકો ગુનાખોરી તરફ જવા અટકે એને લઈ ખાસ ઝુંબેશ શરૂ કરી છે.
પોલીસે અત્યાર સુધીમાં 28 બાળકોના રેસ્ક્યુ કર્યા
ઉલ્લેખનીય છે કે, મિસિંગ સેલે 26મી ડિસેમ્બરે અડાજણથી 5 બાળકને રેસ્ક્યૂ કર્યાં હતા. જેમાં 4 બાળકને તેનાં માતા-પિતા ડેઇલી 500ની ભીખ માટે દબાણ કરતાં, ખટોદરામાં 10 બાળકને રેસ્ક્યું કરાયાં હતાં. સરથાણામાંથી 9 બાળકોને રેસ્ક્યૂ કરાયાં. ઉધનામાં ચાઇલ્ડ લેબરે 4 બાળકને રેસ્ક્યુ કરાયાં હતાં.
વેરિફિકેશન કરી બાળકોને વાલીઓને સુપરત કરવામાં આવે છે
શહેરમાં અલગ-અલગ સ્થળેથી ભીખ માગતાં જે બાળકો મળી આવે તેને પહેલા બાળગૃહમાં મોકલી આપવામાં આવે છે, જ્યાં તેનું કાઉન્સેલિંગ થાય અને પછી મેડિકલ ચેકઅપ થાય છે. વાલીઓ બાળક લેવા આવે ત્યારે પુરાવા આપવાના હોય છે. તે પુરાવા પોલીસ વેરિફિકેશન કરે પછી એનઓસી આપે, પછી બાળકને વાલીને સોપી દેવામાં આવે છે.