સુરત : છેલ્લા 9 વર્ષથી નાસતા-ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ડુમસ ચકચારીત સામૂહિક દુષ્કર્મની ઘટનામાં સુરત પોલીસે રાજકુમાર ઉર્ફે મુથુલને ઝડપી પાડયો હતો. આ આરોપી હરિયાણાના ફરીદાબાદમાં છૂટક મજૂરી કરતો હતો. આ આરોપી સહિત અન્ય 3 આરોપીઓએ વર્ષ 2011માં યુવતી પર સામૂહિક દુષ્કર્મ કરી લૂંટ ચલાવી હતી.
ડુમસ સામૂહિક દુષ્કર્મ બાબતે સુરત પોલીસે 9 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી
ડુમસ ચકચારીત સામૂહિક દુષ્કર્મ મામલામાં સુરત પોલીસે છેલ્લા 9 વર્ષથી નાસતા-ફરતા આરોપીની ડીસીપી ઝોન - 3ની ટીમે હરિયાણાથી ધરપકડ કરી હતી. જ્યાં આરોપીને સુરત પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
ડુમસ
જેમાં 9 વર્ષથી નાસતા ફરતા આરોપીને ડીસીપી ઝોન - 3 ની સ્કવોડ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે સુરત ડીસીપી વિધિ ચૌધરીની ટીમને મોટી સફળતા મળી હતી. આ આરોપી મૂળ બિહારનો રહેવાસી છે. તેમજ વર્ષ 2011માં ઓક્ટોબર માસમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. યુવતી પોતાના ફિયાન્સ સાથે ડુમસ ફરવા માટે ગઈ હતી. જે દરમ્યાન 4 આરોપીઓએ ફિયાન્સને માર મારી બંધક બનાવ્યો હતો. જ્યાં બાદમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ કર્યો હતો.