સુરતઃ લોકડાઉનના ચુસ્ત બંદોબસ્ત માટે આમ તો પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના અનેક દૃશ્યો જોયા હશો, પરંતુ સુરતથી આવનારી તસ્વીર દિલ જીતી લે તેવી છે. લોકડાઉનમાં સુરત પોલીસે મુસ્લિમ સમાજના આગેવાનોને રમઝાનની ભેટ આપી છે.
દિલ જીતી લે એવી તસવીરો...સુરત પોલીસે મુસ્લિમ આગેવાનોને રમઝાનની આપી ભેટ - Tight settlement of lockdown
લોકડાઉનમાં સુરત પોલીસે મુસ્લિમ સમાજના આગેવાનોને રમઝાનની ભેટ આપી છે. લોકોને ઘરમાં રહીને ઈબાદત કરીને કોરોના દૂર કરવાની દુઆ કરવામાં આવે તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે.
![દિલ જીતી લે એવી તસવીરો...સુરત પોલીસે મુસ્લિમ આગેવાનોને રમઝાનની આપી ભેટ સુરત પોલીસે મુસ્લિમ સમાજના આગેવાનોને રમઝાનની ભેટ આપી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6994955-1076-6994955-1588183687055.jpg)
સુરત પોલીસે મુસ્લિમ સમાજના આગેવાનોને રમઝાનની ભેટ આપી
તાળીઓના ગડગડાટથી મુસ્લિમ લોકોએ પોલીસની ભેટ સ્વીકારી હતી. SP એન.એસ દેસાઈ તથા અઠવા PI જાડેજા સાહેબનું મુસ્લિમ સમાજના આગેવાનોએ દિલથી અભિવાદન કર્યું હતું. સુરતની અથવા પોલીસની મુસ્લિમ વિસ્તારમાં રમજાન માટે દિલ જીતી લે તેવી કામગીરી સામે આવી છે.