Surat police: કોન્સ્ટેબલ દ્વારા 50000 રૂપિયાનો કર્યો તોડ મામલે પાંચ પોલીસ કર્મચારી સામે ફરિયાદ સુરતઃ સુરતમાં મેડિકલ સ્ટોરના માલિકને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પોલીસ કોન્સ્ટેબલ દ્વારા 50 હજાર રૂપિયાનો કર્યો તોડ મામલે પુણા પોલીસ સ્ટેશનના જ પાંચ પોલીસ કર્મચારી વિરોધ તેમના ફરજ પરના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.જેમાં કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રતિબંધિત ડ્રગ્ઝનું વેચાણ કરો છો તેમ કહીને નારકોટિક્સ એક્ટ હેઠળ પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. જેમાં કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ધમકી આપી હતીઃ પોલીસ સ્ટેશનમાં ડીસ્ટાફમાં ફરજ બજાવતા પંકજ ડામોર અને તેમની સાથે અન્ય બે પોલીસ કર્મચારીઓ દ્વારા તેમના પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ પુણા ગામના અર્ચના સ્કુલ પાસે વેલનેસ મેડિકલ સ્ટોર ઉપર પહોંચ્યા હતા અને પ્રતિબંધિત ડ્રગ્ઝનું વેચાણ કરો છો. તેમ કહીને નારકોટિક્સ એક્ટ હેઠળ પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. ભવાનીશંકરે કહ્યું હતું કે, ડાયસાઇક્લોમાઇન ટેબલેટ આપી છે જે શિડ્યુઅલ ડ્રગ નથી.એમ કહીને મેડિકલના માલિકને પોલીસ મથકે લઈ ગયા હતા.
શહેરના પુણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વેલનેસ મેડિકલ સ્ટોર ચલાવતા ફરિયાદીની દુકાન છે ત્યાં એક ઈસમ દવા લેવા માટે આવ્યો હતો.અને એ ઇસમે દવા લીધા બાદ અને ત્યારબાદ અન્ય ત્રણ ઈસમો આવી તેમને કહ્યું હતુંકે, તમે પરમિશન વગર દવાઓનું વેચાણ કરી રહ્યા છો એમ કહીને તે ફરિયાદીને પોલીસ સ્ટેશન આવું પડશે તેમ જણાવામાં આવ્યું હતું. એમ કહીને ફરિયાદીની રિક્ષામાં બેસાડી પોલીસ સ્ટેશનને લઈ આવ્યા હતા.---એસીપી પી.કે.પટેલ
ગુનો નોંધાયોઃબાબતે ફરિયાદી પાસે પૈસાની માંગણીઓ કરવામાં આવી હતી. ત્યારબાદ બે ઈસમો દ્વારા પોલીસ સાથે સંપર્ક કરવામાં આવે છે. અને હવે તમારી ઉપર કેસ કરવામાં આવશે તેવું જણાવવામાં આવે છે. અને ત્યારબાદ બાતમીદારે ફરિયાદી પાસે રૂપિયા 50 હાજરનો તોડ કર્યો હતો. અને ત્યારબાદ આ બાબતે ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત થતા તેના પૈસા પાછા પણ આપી દેવામાં આવ્યા હતા.અને આ મામલે પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુન્હામાં જે એટીએમ માંથી ફરિયાદીએ પૈસા ઉપાડ્યા હતા તે એટીમના સીસીટીવી પણ આ તપાસમાં લેવામાં આવ્યા છે.
તોડ કરવામાં આવ્યોઃ 50, 000 રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. જેને લઈને મેડિકલ ના માલિકે સુરત પોલીસ કમિશનને આ બાબતે રજૂઆત કરી હતી. જેને લઈને બીજે દિવસે જ પુણા પોલીસ સ્ટેશન પી.આઈ સામે જ કોન્સ્ટેબલએ મેડિકલના માલિકને 50000 રૂપિયા પરત કર્યા. પૂર્ણા પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા કોન્સ્ટેબલ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહીં હતી. અંતે આ મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા આજરોજ આ મામલે પાંચ પોલીસ કર્મચારી વિરોધ ગુનો નોંધવામાં આવ્યો છે. પરમિશન વગર દવાઓનું વેચાણ કરી રહ્યા છો એમ કહીને તે ફરિયાદીને પોલીસ સ્ટેશન આવું પડશે.