સુરતના મહીધરપુરા, કતારગામ, વરાછા, કાપોદ્રા, સરથાણા, ઉધના અને લીંબાયતવ વિસ્તાર વિસ્તારની હદમાં કેટલાક અસામાજીક તત્વો નશાની હાલતમાં બેસી રહેતા હોવાની અનેક ફરિયાદો સુરત પોલીસને મળી હતી. પોલીસે અલગ અલગ ચાર ટિમ બનાવી કાર્યવાહી કરી છે.
નશાખોરોની ખેર નહીં, સુરત પોલીસે બીજા દિવસે પણ યોજી મેગાડ્રાઈવ - Surat Police Drive
સુરત: શહેરને ઉડતા પંજાબ થતું બચાવવા સુરતમાં પોલીસે એક સ્પેશિયલ ડ્રાઈવ કરી છે. સુરત પોલીસની આ ડ્રાઈવ સોમવારે બીજા દિવસે પણ યથાવત રહી છે. આશરે 70 શકમંદ લોકોની નશાની હાલતમાં અટકાયત કરવામાં આવી છે.
સ્પેશીયલ ડ્રાઈવ હેઠળ પોલીસ દ્વારા બીજા દિવસે સેકટર 1 માં આવતા તમામ પોલીસ સ્ટેશનમાં ચેકીંગ કરવામાં આવ્યું. જેમાં યુવકો નશીલા પદાર્થનું વ્યવશન કરતા હોવાની માહિતીના આધારે પોલીસે તમામને અટકાયતમાં લઇ તપાસની કામગીરી હાથ ધરી છે. કોઈ યુવકે નશો કર્યો હોવાનું બહાર આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી પોલીસ દ્વારા દર્શાવવમાં આવી છે.
સુરત પોલીસ યુવાધનને નશાની લતે ચડવાથી બચાવવા આ સ્પેશિયલ ડ્રાઈવ ખૂબ જ જરૂરી હતી અને આવી કામગીરી દરરોજ થવી પણ જોઈએ પરંતુ એટલું જ જરૂરી છે. દારૂના અડ્ડાઓ બંધ કરાવવા જરુરી છે. સુરતના અનેક વિસ્તારો છે કે, જ્યાં હજુ પણ બિન્દાસ પણે દારૂનો વેપલો ધમધમી રહ્યો છે ત્યારે આવી ડ્રાઈવ બુટલેગરોને ત્યાં થાય તે પણ જરૂરી છે.