ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Police: પોલીસે બાળકો પર વરસાવ્યો પ્રેમ, ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર લખેલા લંચબોક્સનું કર્યું વિતરણ - ચાઈલ્ડ હેલ્પલાઇન નંબર

સુરત પોલીસે બાળકો પર પ્રેમ વરસાવ્યો છે. પોલીસે બાળકોને ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર લખેલા લંચબોક્સનું વિતરણ કર્યું હતું. જોકે, લંચબોક્સને જોઈને બાળકોમાં અનેરી ખુશી જોવા મળી હતી.

Surat Police: પોલીસે બાળકો પર વરસાવ્યો પ્રેમ, ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર લખેલા લંચબોક્સનું કર્યું વિતરણ
Surat Police: પોલીસે બાળકો પર વરસાવ્યો પ્રેમ, ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર લખેલા લંચબોક્સનું કર્યું વિતરણ

By

Published : Mar 4, 2023, 8:34 PM IST

પોલીસે એક તીરથી લગાવ્યા 2 નિશાન

સુરતઃસામાન્ય રીતે વાલીઓ પોતાના બાળકોને ભયભીત કરવા પોલીસ આવી જશે એવી વાતો કરતા હોય છે, પરંતુ સુરતમાં પોલીસ બાળકોની મિત્ર બની ગઈ છે. તેમ જ બાળકોને ઉપહાર સ્વરૂપ લંચબોક્સનું વિતરણ કર્યું હતું. આ લંચબોક્સની વિશેષતા એ હતી કે, આમાં ચાઈલ્ડ હેલ્પલાઇન નંબર પણ લખેલો છે. એટલે બાળકોને ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ મુશ્કેલી થાય ત્યારે તેઓ આ ચાઈલ્ડ હેલ્પલાઈન થકી પોલીસની મદદથી લઈ શકે.

આ પણ વાંચોઃBoard Exam 2023: બોર્ડના વિદ્યાર્થીઓની ચિંતા કૉલેજના પ્રોફેસરે દૂર કરી, આપ્યું મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન

પોલીસની નવી પહેલઃ શહેરના અનેક વિસ્તાર એવા છે કે, જ્યાં દુષ્કર્મની ઘટના સૌથી વધુ નોંધાતી હોય છે અને ખાસ કરીને છેલ્લા કેટલાક મહિનાથી જે રીતે માસુમ બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટના બની છે. તેને ધ્યાનમાં રાખી એક તરફ પોલીસ કાયદાકીય પગલા પણ લઈ રહી છે. બીજી તરફ બાળકોમાં પણ જાગૃતિ આવે આ માટે ખાસ પહેલ પણ કરી રહી છે.

બાળકોમાં અનેરી ખુશી

લંચબોક્સ પર ચાઈલ્ડ હેલ્પલાઈન નંબરઃ આવી જ એક પહેલ ગોડાદરા પોલીસે કરી હતી. બાળકોને ખબર થાય કે, તેમની સલામતી માટે પણ ચાઈલ્ડ હેલ્પલાઇન નંબર છે અને તે સહેલાઈથી યાદ રહી જાય તેમજ ક્યારે પણ તેની જરૂર પડે તો તે બાળકો ઉપયોગમાં લઈ શકે આ માટે પોલીસે શાળામાં જઈ બાળકોને એક ટિફિન બોક્સ આપ્યો છે, જેની ઉપર ચાઈલ્ડ હેલ્પલાઇન નંબર 1098નું સ્ટીકર લગાવવામાં આવ્યું છે.

ટિફિનના માધ્યમથી પોલીસે આપ્યો હેલ્પલાઈન નંબરઃઆકાશ ચાઈલ્ડ હેલ્પલાઇન નંબર લખેલા ટિફીન બોક્સ ગોડાદરા પોલીસની ટીમે તૈયાર કરાવ્યા હતા. આ ટિફીન બોક્સનું વિતરણ સુરતની એક સરકારી શાળામાં કરવામાં આવ્યું હતું. શહેરની દેવધ ગામની પ્રાથમિક શાળામાં પોલીસે આ લંચબોક્સ ખાસ ઉપયોગી બની રહે તે હેતુથી ટિફિન બોક્સનું વિતરણ કર્યું હતું. પોલીસકર્મીઓએ જાતે ટિફીન પર આ ચાઈલ્ડ હેલ્પલાઇન નંબરનું સ્ટીકર ચોટાડ્યું હતું. બાળકો પોતે સામે આવીને ફરિયાદ કરી શકે એ માટે પોલીસે આ અનોખી પહેલી કરી હતી.

પોલીસ બની બાળકોની મિત્ર

આ પણ વાંચોઃVadodara News : ત્રણ બાળકોનો પક્ષી તીર્થ વઢવાણા ખાતે થનારી પક્ષી ગણતરીમાં ગણતરીકાર તરીકે સમાવેશ

બાળકો અને તેમના વાલીઓમાં જાગૃતિ આવેઃગોડાદરા પોલીસનાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચૌધરીએ જણાવ્યું હતું કે, બાળકો અને તેમના વાલીઓમાં જાગૃતિ આવે અને કઈ રીતે તેઓ ચાઈલ્ડ હેલ્પલાઈન નંબરનો સલામતી માટે ઉપયોગ કરી શકે. એ હેતુથી ચાઈલ્ડ હેલ્પલાઇનનો નંબર લખી ટિફીન બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ટિફીન બોક્સ થકી અમે તેમને જણાવવા માગી રહ્યા છીએ કે, કોઈ પણ મુશ્કેલી હોય તો આ નંબર થકી તેઓ પોલીસની મદદ લઈ શકે છે અને અમે તેમના મદદ માટે આગળ આવીશું.

ABOUT THE AUTHOR

...view details