સુરત: શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા શહેરીજનો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે વિશ્વાસ ભર્યુ વાતાવરણ (Surat Police Commissioner)રહે તેવા હેતુ થી અલગ અલગ પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. શહેરીજનોને સુરક્ષાઆપવા (Surat Police) માટે અને તેમની સેવા માટે પોલીસ હંમેશા તત્પરછે તેવા મેસેજ આપવાનો પ્રયાસ પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃSurat Police Dog Retired : 'પ્રિન્સ અને અરુણા' પોલીસ ડોગ સેવા નિવૃત થયાં, ક્યાં મોકલાયા જાણો
મોર્નિંગ વોક કરવા નીકળ્યા -આજે સવારે પોલીસ કમિશનર DCP, SP અને PI તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ સાથે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા. શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ આવે અને લોકો હંમેશા પોતાને સુરક્ષિત અનુભવ કરે તેઓ પ્રયાસ પોલીસ કમિશનર દ્વારા સમયાંતરે કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત શહેરમાં કોમ્બિંગ વાહન ચેકિંગ તેમજ નાઈટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃSurat Police Action on Antisocial Elements: સુરતમાં હવે રોમિયોગિરી કરતા લોકોની ખેર નહીં, પોલીસે શરૂ કરી કાર્યવાહી
કાયદો-વ્યવસ્થા શહેરભરમાં જળવાઈ રહે તે હેતુ -સવારે પચાસ કરતાં વધુ પોલીસ કર્મચારીઓ સાથે પોલીસ કમિશનર અજય તોમર પિપલોદ થી વેસુ વિસ્તાર સુધી મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા. ઘણી વખત પોલીસ કમિશનરે મોર્નિંગ વોક કરતા હોય છે ત્યારે શહેરીજનો સાથે પણ વાતચીત કરતા હોય છે અથવા તો કેટલાક લોકો જ્યારે પોલીસ કમિશનર તરીકેની ઓળખ થાય છે ત્યારે તેમને તેમના પ્રશ્નોની રજૂઆત કરવા માટે પણ પહોંચી જતા હોય છે. પોલીસ કમિશનરને રજૂઆત થયા બાદ શહેરીજનોના પ્રશ્નોનો ઉકેલ થાય અને તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે કાયદો-વ્યવસ્થા શહેરભરમાં જળવાઈ રહે તે હેતુથી તે દિશામાં પગલાં લેવાનું સૂચન પણ આપવામાં આવી રહ્યું છે. પોલીસ કમિશનર અજય તોમર દ્વારા આ પ્રકારનાં કાર્યક્રમો કરીને પોલીસ કર્મચારીઓનો પણ ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.