ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત પોલીસ કમિશનર એક કલાક પોતાની ફરજના ભાગરૂપે અલગ અલગ પોઇન્ટ પર સમય ફાળવી રહ્યા છે - સુરત પોલીસ

કોરોના વાયરસના પગલે છેલ્લા બે માસથી સતત ચાલી રહેલા લોકડાઉનમાં પોલીસ કર્મચારીઓ ખડે પગે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આ કર્મચારીઓને પ્રોત્સાહન પુરું પાડવા અને તેઓનું મનોબળ વધારવા જાતે સુરત પોલીસ કમિશનર એક કલાક પોતાની ફરજના ભાગરૂપે અલગ-અલગ પોઇન્ટ પર સમય ફાળવી રહ્યા છે.

સુરત
સુરત

By

Published : May 16, 2020, 10:06 AM IST

Updated : Jun 4, 2020, 3:21 PM IST

સુરત : સામાન્ય રીતે પોલીસ અધિકારીઓ પોતાની ચેમ્બરમાંથી પોલીસ કર્મચારીઓને આદેશ આપી સંતોષ માનતા હોય છે. પરંતુ હાલ કોરોના વાયરસના પગલે સતત બે માસથી ચાલી રહેલા લોકડાઉનમાં ધમધોખતા તાપ અને કાળઝાળ ગરમી વચ્ચે પણ પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ ખડેપગે નિભાવી રહ્યાંં છે.

તેવામાં પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહન આપવા તેમજ મનોબળ વધારવા જાતે સુરત પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટ પોતાનો કિંમતી સમય કાઢી એક કલાક જેટલો સમય શહેરના અલગ અલગ પોઇન્ટ ફાળવી રહ્યા છે.એક પોલીસ અધિકારી તરીકે કર્મચારીઓને ફરજ દરમ્યાન પડતી હાલાકી જાણવા પણ કમિશનર દ્વારા આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સુરત પોલીસ કમિશનર એક કલાક પોતાની ફરજ બજાવે છે
Last Updated : Jun 4, 2020, 3:21 PM IST

ABOUT THE AUTHOR

...view details