ગુજરાત

gujarat

Surat News : પોલીસે માથા પર પગ મૂકી કાનનો પડદો ફાડી નાખ્યોનો યુવકનો આરોપ, હર્ષ સંઘવી અને PMOમાં કરી ફરિયાદ

સુરતમાં પોલીસે એક યુવકને કાનનો પડદો ફાડી નાખ્યો, પ્રાઈવેટ પાર્ટ ખેચીને ઢોર માર માર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. યુવકને એટલી હદે માર મારવામાં આવ્યો કે, શરીર પર અસંખ્ય મારના નિશાન જોવા મળ્યા છે. આ બાબતે યુવકે હર્ષ સંઘવી અને PMOમાં ફરિયાદ કરી છે.

By

Published : May 22, 2023, 3:30 PM IST

Published : May 22, 2023, 3:30 PM IST

Updated : May 22, 2023, 7:04 PM IST

Surat News : પોલીસે માથા પર પગ મૂકી કાનનો પડદો ફાડી નાખ્યોનો યુવકનો આરોપ, હર્ષ સંઘવી અને PMOમાં કરી ફરિયાદ
Surat News : પોલીસે માથા પર પગ મૂકી કાનનો પડદો ફાડી નાખ્યોનો યુવકનો આરોપ, હર્ષ સંઘવી અને PMOમાં કરી ફરિયાદ

પોલીસના કર્મચારીઓ દ્વારા કાપડ ના વેપારીને મારમારી કાનનો પરદો ફાડી નાખ્યો

સુરત : પોલીસ ફરી વિવાદમાં આવી છે. ઉમરા પોલીસના કર્મચારીઓ દ્વારા કાપડના વેપારીને મારમારી કાનનો પડદો ફાડી નાખ્યો ઉપરાંત એટલું જ નહિ તેના પ્રાઇવેટ પાર્ટ ખેંચી માથા પર પગ મુકી પોલીસ કર્મી ઊભા રહી ગયાં હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. યુવકના શરીર પર અસંખ્ય મારના નિશાન જોવા મળ્યા છે. યુવકે આ મામલે ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને PMOમાં કરી ફરિયાદ કરી છે.

હું અડાજણ વિસ્તારના શાશ્વત કોમ્પલેક્ષમાં રહું છું. હું મારી ગાડી છોડવા માટે અબ્રામા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા આસોપાલવ પાસે જતો હતો, ત્યારે ત્યાં 30 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. ત્યાં મેં જોયું કે, એક નાગરિક સાથે પોલીસ દ્વારા ગેર વર્તન કરવામાં આવી રહ્યું હતું. એ જોઈને મારા ભાઈએ વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું. વિડીયો બનાવતા એક પોલીસ કર્મચારીની નજર જતા જ તેણે પોતાના અધિકારીની જાણ કરી હતી. ત્યારબાદ તમામ પોલીસ કર્મચારીઓ અમારી પાછળ દોડ્યા હતા. અમને પકડી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ અમને ઢોર માર મારવામાં આવ્યો હતો. તેઓ PCR વાન બોલાવી અમને ઉમરા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. જોકે PCR વાનમાં જ મારા ભાઈને પોલીસ કર્મચારી દ્વારા છાતી પર લાત મારવામાં આવી હતી. ઉમરા પોલીસ સ્ટેશનમાં ડીસ્ટાફના રૂમમાં 15થી 20 પોલીસ કર્મચારીઓ અમને ઢોર માર માર્યો હતો. - અજય મહિડા (કાપડ વેપારી)

માથામાં લોહી જામી ગયું : વધુમાં જણાવ્યું કે, અમે જીમ્મેદાર નાગરિક તરીકે અન્ય એક નાગરિક સાથે ગેરવર્તન થઈ રહ્યું હતું. તેથી અમે વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું. અમે વિડિયો પણ બનાવી લીધો હતો, પરંતુ પોલીસ કર્મચારીઓ આ જોઈને અમારો ફોન જમા કરાવી દીધા હતા. અમને કહ્યું કે, ફોનનો પાસવર્ડ આપો નહીતો અમે તમને મારિયા જ કરીશું. અમારી પાસે પાસવર્ડ લીધા બાદ તે વીડિયો ડિલીટ કરી દીધો હતો. ત્યારબાદ અમને જેલમાં પુરી દીધા હતા, ત્યાં મારા ભાઈને વોમીટ પણ થઈ હતી. અમારી પર ખોટી 151ની કલમો મૂકવામાં આવી હતી. ગઈકાલે બપોરે 12:00 વાગ્યા સુધી અમને બેસાડી રાખવામાં આવ્યા હતા. મારા ભાઈને એટલી હદે મારામાં આવ્યો હતો તેના માથામાં લોહી જામી ગયું હતું.

યુવકનું ટ્ટિટ

હર્ષ સંઘવી અને PMOમાં કરી ફરિયાદ : વધુમાં જણાવ્યું કે, આ મામલે મેં PMO ઓફિસ, રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશનરને ટ્વિટ કરીને આ બાબતે માહિતી આપી છે. મને ન્યાય અપાવે જેથી આગળ જઈને અમારા જેવા અન્ય નાગરિકો સાથે આવી ઘટના ન બને.

Goons Beat Petrol Pump Employee : ઉત્તરાખંડમાં ગુંડાઓએ પેટ્રોલ પંપના કર્મચારીને માર માર્યો, જૂઓ વાયરલ વીડિયો

Rajkot Crime : પૂરપાટ જતી કારને પોલીસે અટકાવતા ઘર્ષણ, ભાજપ અગ્રણીના પુત્ર એ કર્યો પોલીસ પર આક્ષેપ

Video Viral : ગોરખપુરમાં TTEએ એન્જિનિયર પ્રવાસીને માર માર્યો, વીડિયો થયો વાયરલ

Last Updated : May 22, 2023, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details