ગુજરાત

gujarat

ETV Bharat / state

200 કરોડના GST ચોરી કૌભાડમાં 12 લોકોની ધરપકડ, સુરત પોલીસે રાજ્યના 6 શહેરોમાં પાડ્યા દરોડા - Surat Crime Branch

સુરત પોલીસે 200 કરોડ રૂપિયાના જીએસટી ચોરી કૌભાંડમાં (GST Scam in Gujarat) 12 લોકોની ધરપકડ કરી (Surat Police arrested accused of GST Scam) છે. આ માટે સુરત ઈકોસેલ, ક્રાઈમબ્રાન્ચ અને SOGએ રાજ્યવ્યાપી દરાડો પાડ્યા હતા. આરોપીઓ ખોટા બિલ રજૂ કરી જીએસટીની ચૌરી કરતા હોવાનું સામે (Surat Police Raid) આવ્યું છે.

200 કરોડના GST ચોરી કૌભાડમાં 12 લોકોની ધરપકડ, સુરત પોલીસે રાજ્યના 6 શહેરોમાં પાડ્યા દરોડા
200 કરોડના GST ચોરી કૌભાડમાં 12 લોકોની ધરપકડ, સુરત પોલીસે રાજ્યના 6 શહેરોમાં પાડ્યા દરોડા

By

Published : Nov 5, 2022, 8:27 AM IST

સુરત200 કરોડના જીએસટી ચૌરી કૌભાંડની તપાસમાં પોલીસે રાજ્યવ્યાપી દરોડા (GST Scam in Gujarat) પાડ્યા હતા. તે દરમિયાન સુરત ઈકોસેલ, ક્રાઈમબ્રાન્ચ અને SOGએ 12 લોકોની ધરપકડ કરી (Surat Police arrested accused of GST Scam) છે. આરોપીઓ ખોટા બીલો રજૂ કરી જીએસટીની ચોરી કરતા હતા. ત્યારે બાદમીના આધારે પોલીસે ભાવનગર, સુરત, રાજકોટ, જૂનાગઢ સહિત 6 શહેરોમાં દરોડા (Surat Police Raid) પાડ્યા હતા.

સુરત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતના 6 શહેરોમાં વિવિધ સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં 200 કરોડ રૂપિયાના જીએસટી ટ્રાન્ઝેક્શન કૌભાંડનો પર્દાફાશ (GST Scam in Gujarat) કરવામાં આવ્યો છે. શહેરની ક્રાઈમ બ્રાન્ચ (Surat Crime Branch), ઈકોસેલ, સાયબર સેલ અને SOGની વિવિધ ટીમ દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમાં પોલીસને મોટી સફળતા મળી છે.

આરોપીઓએ 21 નકલી કંપનીઓ ઊભી કરી હતી. સાથે જ ખોટા બીલ બનાવવામાં આવ્યા હતા. આમ, સમગ્ર કૌભાંડ રૂપિયા (GST Scam in Gujarat) 200 કરોડને પાર થવા જઈ રહ્યું હોવાનું પોલીસની સામે આવ્યું હતું. પોલીસે આ ઘટનામાં 12 વ્યક્તિઓની ધરપકડ કરી છે.

ડમી પેઢીઓ ડમી વ્યકિતઓના નામે ઈકો સેલ પાસેથી મળતી માહિતી મુજબ સંયુક્ત ઓપરેશનમાં ગુજરાત રાજ્યના છ શહેરોમાં મોરબી, જૂનાગઢ, ભાવનગર, અમદાવાદ, સુરત, રાજકોટમાં સુરત શહેરની ક્રાઈમબ્રાન્ચ (Surat Crime Branch), ઈકોસેલ, સાયબર સેલ અને SOGની વિવિધ ટીમ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, (1) એબી એન્ટરપ્રાઇઝ (1) બારીયા એન્ટરપ્રાઇઝ (3) ગણેશ એન્ટરપ્રાઇઝ (4) જયઅંબે એન્ટરપ્રાઇઝ (5) એમ.ડી.ટ્રેડીંગ (6) મકવાણા એન્ટરપ્રાઇઝ (7) એમ.ડી.એન્ટરપ્રાઇઝ (8) એસ.જી. એન્ટરપ્રાઇઝ નામની ડમી પેઢીઓ ડમી વ્યકિતઓના નામે ખોલાવનાર ઇસમો તથા તપાસમાં નીકળે તથા કાવતરામાં સામેલ તમામ વ્યક્તીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

મોટા નાણાકીય ટ્રાન્ઝેક્શનધરપકડ કરાયેલા આરોપીઓ દ્વારા બનાવટી દસ્તાવેજોથી ઉપરોક્ત પેઢીઓ અને ક્પનીઓના નામે જીએસટી લાયસન્સ (GST Scam in Gujarat) મેળવીને બેન્કમાં એકાઉન્ટ ખોલાવતી હતી. તે લોકો ગેરકાયદે ધંધો કરીને કાયદા મુજબ ટેક્સ ક્રેડિટ મેળવવાના ખોટા બીલ, ડમી બેન્ક એકાઉન્ટ થકી મોટા નાણાકીય ટ્રાન્ઝેક્શન કરીને આર્થિક ઉચાપત કરી રહ્યા છે. પોલીસે બાતમીને આધારે તપાસ કરતાં તે તમામ કંપનીઓનું જીએસટી લાયસન્સ મેળવવા રજૂ કરેલા પુરાવામાં ટોરેન્ટ પાવર લી. કંપની તથા ડીજીવીસીએલના લાઈટ બીલ હોવાને કારણે ત્યાં તપાસ કરતાં આ પ્રકારના કસ્ટમર આઈડી કંપની દ્વારા ઈશ્યૂ કરાયા જ નથી તેવું માલુમ પડ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details