સુરત : પીઝાના ચાહકો માટે સુરતથી જે ખબર આવી રહી છે તે ખૂબ જ ચિંતાજનક છે. કારણ કે સુરતની બ્રાન્ડેડ કંપનીઓના ફ્રેન્ચાઇઝીમાંથી જે ચીઝના નમૂના લેવામાં આવ્યા હતા તે લેબમાં ફેલ થયા છે. સુરત મહાનગરપાલિકાએ શહેરમાં પીઝાનું વેચાણ કરતી સંસ્થાઓમાંથી માયોનીઝ ચીઝના નમુના એકત્ર કર્યા હતા અને તેને પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા હતા. આ સંસ્થાઓમાંથી છ સંસ્થાઓના નમૂનાઓ ફેઇલ ગયા છે. જેના કારણે પાલિકા ફુડ સેફટી વિભાગે છ સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
જે ઉનાળાની સીઝન ચાલી રહી છે અમે જુદી જુદી ડ્રાઈવ કરી રહ્યા છે. પીઝા બનાવવામાં અને જુદી જુદી વાનગીઓ બનાવવામાં માયોનીઝ ચીજ વાપરવામાં આવે છે. તેવી ચીજ વસ્તુઓના નમૂનાઓ લઈ સુરત મહાનગરપાલિકાની લેબમાં મોકલવામાં આવ્યા હતા. અમે કુલ 13 નમૂનાઓ લીધા હતા. જેમાંથી કુલ છ નમૂનાઓ જે ફુટ સેફટી નિયમના અંતર્ગત આવે છે. તે નહીં હોવાથી ફેલ થયા છે. આવી સંસ્થાઓમાં ચેક કરી કુલ 40 કિલો માયોનીઝ ચીઝના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે અને આવા તત્વો સામે આગળ ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. - ડી.કે.પટેલ (ફૂડ સેફટી ઓફિસર)
પીઝા પ્રેમીઓ માટે ચિંતાજનક સમાચાર :હાલ ગરમીના સિઝનમાં લોકો મોટાભાગે વેકેશનના મૂડમાં છે અને બહાર રેસ્ટોરન્ટમાં જમવા પણ જાય છે. એટલું જ નહીં લગ્નસરાની સીઝનને ધ્યાનમાં રાખીને હલકી ગુણવત્તાની ખાદ્ય વસ્તુઓનો વપરાશ ન થાય આ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. અગાઉ આ ડ્રાઈવ હેઠળ સુરતમાં પનીર આઇડીશ તેમજ આઈસ્ક્રીમમાં ભેળસેળ હોવાનું બહાર આવ્યું હતું. હવે પીઝા પ્રેમીઓ માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર આ છે કે પીઝામાં વપરાશમાં આવનાર માયોનીઝ ચીઝ પણ નિર્ધારિતા ધારા ધોરણ પ્રમાણે ખાવા માટે યોગ્ય નથી.