ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રફુલ સાડી ખંડણી પ્રકરણ: અંડરવર્લ્ડ ડોન ફજલુ અને અશરફે 3 દિવસમાં 22 ધમકીના કૉલ કર્યાં હતા - સુનંદા શેટ્ટી

સુરત: પ્રફુલ સાડી ખંડણી પ્રકરણમાં સુરત કોર્ટે શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટીને નોન બેલેબલ વોરન્ટ ઇસ્યુ કર્યું છે. આગામી 30મી તારીખે સુનંદા શેટ્ટીને કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો છે. આ કેસમાં સાક્ષી તરીકે પોતે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ છે. સુરત પોલીસે આ સમગ્ર પ્રકરણ અંગે શિલ્પા શેટ્ટીનું નિવેદન લીધું હતું. સુરત પોલીસે શિલ્પા શેટ્ટીને 13 અગત્યના સવાલ પૂછ્યા હતા, જેના જવાબ શિલ્પા શેટ્ટીએ આપ્યા હતા. શિલ્પા શેટ્ટીને પોલીસે પૂછેલા સવાલ અને શિલ્પાએ શું જવાબ આપ્યા હતા. તે તમામ 13 સવાલોની જાણકારી ETV Bharat પાસે છે.

shilpa

By

Published : Sep 26, 2019, 6:01 AM IST

Updated : Sep 26, 2019, 1:47 PM IST

બોલીવુડ અને દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયેલા પ્રફુલ સાડી ખંડણી પ્રકરણમાં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીને પણ સુરત પોલીસના સવાલોનો સામનો કરવો પડ્યો હતો. જેની જાણકારી માત્ર ETV Bharat પાસે છે. સુરત પોલીસે આ પ્રકરણ સંબંધી શિલ્પા શેટ્ટી પાસે ચાર કે પાંચ નહીં પરંતુ 13 સવાલો પૂછ્યા હતા. આ તમામ સવાલો તેમના એડ કોન્ટ્રાક્ટ અને અંડરવર્લ્ડ દ્વારા ફરિયાદી પંકજ અગ્રવાલને આપવામાં આવેલી ધમકીના અનુસંધાને હતા.

શિલ્પા શેટ્ટીને સુરત પોલીસે તેમના અંડરવર્લ્ડ કનેક્શન અંગે સવાલ કર્યા હતા, પરંતુ શિલ્પાએ ચોખ્ખી ના પાડી દીધી હતી. સુરત પોલીસે સવાલ પૂછ્યો હતો કે, તેમની માતા સુનંદા શેટ્ટી ફજલું રહેમાન અથવા અશરફને ઓળખે છે? આ પ્રશ્ન પણ શિલ્પા શેટ્ટીને સુરત પોલીસ દ્વારા પૂછવામાં આવ્યો હતો. જે અંગે કોઈ જાણકારી ના હોવાનું શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું.

આ અગત્યના પ્રશ્નો સિવાય શિલ્પા શેટ્ટીને પૂછવામાં આવ્યું હતું કે...

સવાલ: તમારી ફિલ્મ હિરોઈન તરીકે અને મોડલિંગ દરમ્યાન કમિટમેન્ટ અને નાણાકીય વહીવટનું હેન્ડલિંગ કોન કરે છે?

શિલ્પાનો જવાબ: આ તમામ બાબતોની કાર્યવાહી કરવા માટે મેં મારી માતાને પાવર ઓફ એટર્ની આપેલ છે. તેનું હેન્ડલિંગ મારી માતા કરે છે.

સવાલ: માતાએ ગુજરાતના મિનિસ્ટર પુરુષોત્તમ રૂપાલા સાથે વાતચીત કરેલી તે વાત તમે જાણો છો?

જવાબ : ના મને ખબર નથી

આ કેસમાં રોયલ્ટીની રકમ વસૂલવા માટે ફરિયાદીને અન્ડરવર્લ્ડ ડોન ફઝલુ રહેમાન અને અશરફએ કોલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બે કરોડ રૂપિયાની ખંડણી વસૂલવા માટે હેરાન કરતા હતા. ફરિયાદીએ જણાવ્યું હતું કે, ખંડણીની માંગ સુનંદા શેટ્ટી દ્વારા કરવામાં આવી હતી. હાલ સુરતમાં આરોપીઓ દ્વારા કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજીને કોર્ટે નામંજૂર કરી દીધી છે. આગામી 30મી સપ્ટેમ્બરના રોજ સુનંદા શેટ્ટીને ચાર્જફ્રેમ માટે હાજર રહેવા આદેશ આપ્યો છે.

Last Updated : Sep 26, 2019, 1:47 PM IST

ABOUT THE AUTHOR

...view details