સુરત:પીસીબી પોલીસે હત્યાની કોશિશમાં છેલ્લા 27 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ વર્ષ 1997માં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં 307 મુજબનો નોંધાયો હતો. જેને પોલીસે શહેરના સચિન વિસ્તારમાંથી ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
"છેલ્લા છ મહિનાથી શહેરના અલગ- અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખુન, લૂંટ, ધાડ, જેવા ગંભીર ગુનામાં નાસતા-ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરવામાં આવેલ હતી. જેમાં દાયકાઓથી ગંભીર ગુનામાં નાસતા-ફરતા આરોપીઓની માહિતી અલગ તારવીને તેવા આરોપીઓ બાબતે અલગ અલગ રીતે તપાસ હાથ ધરી સંપૂર્ણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. ત્યારબાદ આ તમામ કેસનું એનાલીસીસ કરી આરોપીઓને ઝડપી પાડવા પીસીબીના માણસ અલગ-અલગ ટીમો બનાવામા આવેલ છે. આરોપી વિરુદ્ધ વર્ષ 1997માં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં 307 મુજબનો નોંધાયો હતો."-- આર.એસ.સુવેરા (પીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર)
આરોપીની કરાઈ પૂછપરછ: આરોપી 1997માં મે મહિનામાં કતારગામ જૂની જી.આઇ.ડી.સી ખાતે રહેતો હતો. આ દરમિયાન તેઓ 22 મેં 1997 ના રોજ પોતે તથા તેના મિત્ર પ્રકાશ તથા અરૂણ તથા રવિ ભેગા મળી સુમુલ ડેરી રોડ સી.ડી.બરફીવાલા કોલેજ પાછળ દેહવેપારનો ધંધો કરતા અસલમ નામના ઈસમ પાસે ગયેલા હતા. જ્યાં દેહ વેપાર કરતી મહિલાના ભાવતાલ બાબતે તેની સાથે ઝઘડો થયો હતો.
કામે લાગી ગયો:જે ઝગડામાં તેઓએ અસલમના માથાના ભાગે અસ્ત્રાથી તેમજ લાકડાના ફટકાથી માર મારી ભાગી ગયા હતા. તેઓ પકડાઈ જવાના ડરથી પોતાના વતન ઓડીશા ભાગી ગયો હતો. જોકે તે સમય દરમિયાન મહિધરપુરા પોલીસ તેને પકડવા માટે ઓડીશા ગઈ હતી પરંતુ તે પકડાયો નહીં. આરોપી પોતે પોતાના વતનમાં તે સમય દરમિયાન એક અઠવાડીયુ રોકાઈ કેરળ રાજ્ય ખાતે જઈ કડીયાકામની મજૂરી કામે લાગી ગયો હતો. ત્યારબાદ 20 વર્ષ બાદ ફરી પાછી પોતાના વતન ઉડીસા ખાતે આવી છ વર્ષ સુધી રોકાઈ ખેતી કામ કરતો હતો. હાલ છેલ્લા ત્રણ મહિનાથી સુરતના સચિન વિસ્તારમાં આવીને ભાડેથી રૂમ લઈ તે સંચામશીનની મજૂરી કામે લાગી ગયો હતો.
- Surat Udhana police : સુરત ઉધના પોલીસે હત્યાની કોશિશ અને રાયોટિંગના ગુન્હામાં છેલ્લા 26 વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓની ધરપકડ કરી
- Surat Crime News : સુરતના પોલીસના કોન્સ્ટેબલ અને હોમગાર્ડ બન્યા બુટલેગર