ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Pasodra Murder Case:સુરતમાં ગૃહ પ્રધાન વિરૂદ્ધ લાગ્યા પોસ્ટર, લખ્યું - 'ભાઉના રાજમાં હત્યાનો સીલસીલો યથાવત' - Murder in Pasodra, Surat

સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં પોસ્ટર લગાડવામાં(Posters against Home Minister) આવ્યા છે. જેમાં ભાઉના રાજમાં સુરતમાં હત્યાનો સીલ સીલો યથાવત. ગૃહ રાજ્યપ્રધાન રાજીનામું આપે. આ ઉપરાંત ક્રાઈમ સીટી(Crime City Surat) સુરતમાં આપનું સ્વાગત છે. જેવું લખાણ પણ લખાયું છે. જો કે આ બેનર કોના દ્વારા લગાવવામાં આવ્યા છે તે હાલ બહાર આવ્યું નથી.

Surat Pasodra Murder Case:સુરતમાં ગૃહ પ્રધાન વિરૂદ્ધ લાગ્યા પોસ્ટર, ભાઉના રાજમાં સુરતમાં હત્યાનો સીલ સીલો યથાવત
Surat Pasodra Murder Case:સુરતમાં ગૃહ પ્રધાન વિરૂદ્ધ લાગ્યા પોસ્ટર, ભાઉના રાજમાં સુરતમાં હત્યાનો સીલ સીલો યથાવત

By

Published : Feb 15, 2022, 1:28 PM IST

Updated : Feb 15, 2022, 5:44 PM IST

સુરતઃ શહેરના પાસોદરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં યુવકે( murder in one sided lov)જાહેરમાં જ યુવતીનું ગળું કાપી હત્યા(Surat Pasodra Murder Case) કરી હતી. આ ઘટનાને લઈને ગુજરાત ભરમાં ચકચાર મચી છે. આ ઘટનાને લોકો વખોડી રહ્યા છે. તો બીજી તરફ હત્યારા સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. બીજી તરફ સુરત શહેરમાં ઉપરા છાપરી હત્યાના( Murder in Pasodra, Surat)બનાવો સામે આવી રહ્યા છે. માત્ર 14 જ દિવસમાં 9 જેટલા હત્યાના બનાવો સામે આવી ચુક્યા છે. તેમજ ચોરી અને મોબાઈલ સ્નેચીગ જેવી ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે.

અલગ અલગ વિસ્તારમાં બેનરો લાગ્યા

સુરતના અલગ અલગ વિસ્તારમાં બેનરો (Posters in Surat)લાગ્યા છે. આ બેનરોમાં હર્ષ સંઘવીના ફોટા સાથે ભાઉના રાજમાં સુરતમાં હત્યાનો સીલ સીલો (Murder incidents in Surat )યથાવત, ગૃહ રાજ્ય પ્રધાન રાજીનામું આપે(Minister of State for Home Affairs resigns) તેવું લખાણ લખાયું છે. તેમજ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. જયારે ક્રાઈમ સીટી ઓફ સુરતમાં આપનું સ્વાગત છે. ભાઉના રાજમાં સતાના નશામાં મદ ગૃહપ્રધાન રાજીનામું આપે, જેવું લખાણ લખાયું છે. સુરતના કામરેજ, પુણા, યોગીચોક, સરથાણા, મીની બજાર, માનગઢ ચોક જેવા વિસ્તારમાં પોસ્ટરો રાત્રિના સમયે લગાવવામાં આવ્યાં હતાં. આ પોસ્ટરો કોણે લગાવ્યા તે સામે આવ્યું નથી.

આ પણ વાંચોઃSuicide In Surat :આર્થિકતંગીએ રત્નકલાકરનો લીધો ભોગ, દવા પીને કરી આત્મહત્યા

કડકમાં કડક સજા થાય તેવી માંગ

સુરતમાં આ મામલે યુથ કૉંગ્રેસ દ્વારા હત્યારા ફેનિલના પોસ્ટર સળગાવી વિરોધ નોંધાવ્યો હતો અને તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. આ ઉપરાંત નાનપુરા સ્થિત કૉંગ્રેસ કાર્યલય બહાર વિરોધ પણ કરવામાં આવ્યો હતો. અહી ગૃહ પ્રધાન હર્ષ સંઘવી રાજીનામું આપે તેવા બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

આ પણ વાંચોઃSurat Pasodra Murder Case: 'વન સાઇડ લવ' માં એવી તો કેવી ક્રૃરતા કે યુવતીની કરવી પડી હત્યા!, જાણો શું બની ઘટના...

Last Updated : Feb 15, 2022, 5:44 PM IST

ABOUT THE AUTHOR

...view details