સુરતઃ સહકારી મંડળીઓએ મૂકેલી થાપણ પર 40 હજારથી વધુ વ્યાજ આવતું હોય તેવી મંડળીઓએ 10 ટકા TDS ઈન્કમટેક્ષ વિભાગને ભરવાની રહેશે તેવી જોગવાઈ અંગે સહકારી મંડળીઓમાં રોષ વ્યાપી ગયો છે. આ જોગવાઈને એક વર્ષ સુધી ટાળવા કેન્દ્રીય નાણાપ્રધાનને રજૂઆત કરવા ચેમ્બર દ્વારા નક્કી કરાયું છે. ત્યારે સહકારી મંડળીએ સરકારના આ નિર્ણય સામે પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે.
સુરતઃ સહકારી મંડળીઓ પાસે 10 ટકા TDS વસુલાત સામે મંડળી આલમમાં રોષ - Nirmala Sitharaman
સુરતમાં સહકારી મંડળીઓએ મૂકેલી થાપણ પર 40 હજારથી વધુ વ્યાજ આવતું હોય તેવી મંડળીઓએ 10 ટકા TDS ઈન્કમટેક્ષ વિભાગને ભરવાની રહેશે તેવી જોગવાઈ અંગે સહકારી મંડળીઓમાં રોષ વ્યાપી ગયો છે. આ જોગવાઈને એક વર્ષ સુધી ટાળવા કેન્દ્રીય નાણાપ્રધાનને રજૂઆત કરવા ચેમ્બર દ્વારા નક્કી કરાયું છે. ત્યારે સહકારી મંડળીએ સરકારના આ નિર્ણય સામે પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે.
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 800 થી વધુ સહકારી મંડળીઓ આવેલી છે. તેમાં મોટાભાગે સુગર, મિલ્ક, મત્સ્યપાલન, ગૃહ ઉદ્યોગ, ખાતર, પશુપાલન, શાકભાજી, બિયારણ, પશુ આહાર, નાની ગ્રામીણ ધિરાણ સહિતની અનેક મંડળીઓનો પણ સમાવેશ થાય છે. મંડળીઓ પાસે રહેલુ થાપણનું વ્યાજ 40,000થી વધારે આવે તો 10% અને હાલમાં સરકારે આપેલી રાહતના કારણે 7.50 ટકા TDS ભરવાનો થાય છે, પરંતુ તેના કારણે સહકારી મંડળીઓ પર ભારે બોજ આવવાની શક્યતા રહેલી છે. તેના લીધે આગામી એક વર્ષ સુધી આ જોગવાઈ ને પાછી ઠાલવવામાં આવે તેવી માંગણી ચેમ્બર દ્વારા કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામનને કરવાનુ નક્કી કરાયુ છે. આ અંગે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ અને મંડળીના સભ્ય જયેશ ડેલાડે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે ત્યારે સહકારી મંડળીઓને એક વર્ષ માટે આ જોગવાઈ માંથી મુક્તિ આપવામાં આવે, જેથી સહકારી મંડળીઓ સાથે જોડાયેલા તમામને રાહત થશે. સહકારી મંડળીઓ પાસે 10 ટકા TDS વસૂલાત સામે મંડળી આલમમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. જો હાલના ધોરણે આ TDS વસૂલવામાં આવશે તો દક્ષિણ ગુજરાતની 800થી વધુ સહકારી મંડળીઓ પર તેની સીધી અસર થઈ શકે તેમ છે. સરકારની આ નીતિ સામે મંડળીઓમાં અંદરો અંદર ભારે રોષ પણ પ્રવર્તી રહ્યો છે. જોકે હાલ તો એક વર્ષ સુધી TDS વસુલાત ટાળવવા માટે તેઓ માગ કરી રહ્યા છે.