દ્વારકા એટલે દેશભરના કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર સુરતઃ ઓલપાડના નભોઈ ગામે સુશાસન દિવસ નિમિત્તે અનેક વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ હતું. તેમણે મીડિયા સંબોધન કરતી વખતે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ પર વાત કરી હતી. જેમાં નભોઈમાં સરકારે કરેલ વિકાસકાર્યો, સબમરિન દ્વારા દરિયામાં રહેલ દ્વારકા દર્શન, ગિફ્ટ સિટીમાં વાઈન એન્ડ ડાઈન ફેસેલિટી, ફ્રાન્સમાં ફસાયેલા નાગિરકો મુદ્દે સરકારની કાર્યવાહી વગેરે પર તેમણે માહિતી આપી હતી.
નભોઈમાં વિકાસકાર્યોઃ ઓલપાડના નભોઈ ગામે ઘરવિહોણા એવા 250થી વધુ પરિવારોને સપનાનું ઘર બનાવી શકે તે માટે સરકારે સરકારી જમીન ફાળવી હતી. તેમજ એક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને ગામના તળાવના બ્યૂટિફિકેશન કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તમામ વિકાસકાર્યોનેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ 25મી ડિસેમ્બર એટલે કે સુશાસન દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું.
મીડિયામાં નિવેદનઃગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ સરકારી યોજનાઓ વિશે મીડિયામાં નિવેદન આપ્યા હતા. તેમણે નભોઈમાં સરકારે કરેલ વિકાસકાર્યો, સબમરિન દ્વારા દરિયામાં રહેલ દ્વારકા દર્શન, ગિફ્ટ સિટીમાં વાઈન એન્ડ ડાઈન ફેસેલિટી, ફ્રાન્સમાં ફસાયેલા નાગિરકો મુદ્દે સરકારની કાર્યવાહી વિશે જણાવ્યું હતું.
દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે તેણે મને માયા લગાડી છે. દ્વારકા એટલે દેશભરના કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર. આ દ્વારકાના વિકાસને લઈને ડબલ એન્જિન સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના પરિણામે લાખો લોકોને દ્વારકામાં સુવિધાઓ મળી રહી છે. આવનારા દિવસોમાં દ્વારકામાં અનેક પ્રકલ્પો સરકાર હાથ ધરવાની છે. આ પ્રકલ્પોને પરિણામે વધુ સંખ્યામાં લોકો દ્વારકાધીશના દર્શન કરી શકશે અને દ્વારકામાં ટૂરિઝમનો વિકાસ થશે...હર્ષ સંઘવી(ગૃહ પ્રધાન)
- ચાયનીઝ દોરી, ટુક્કલ વેચી કે ખરીદી તો ખેર નથી!!! વેપારી અને ગ્રાહક બંને ગુનેગાર ગણાશે
- હર્ષ સંઘવીએ ગૃહ વિભાગની અચાનક મુલાકાત લીધી, ગૃહ વિભાગની કઇ કામગીરીની સમીક્ષા કરી જૂઓ