ભારત દેશ તુર્કી અને સીરીયાની મદદે આવ્યું છે સુરતઃસુરતીલાલાઓ હંમેશા લોકોની સેવા કરવા તત્પર હોય છે. ભારત પણ સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર માને છે. એટલે જ અહીં કહેવાય છે કે, વસુધૈવ કુટુમ્બકમ્. આ જ ભાવના જોવા મળી છે સુરતના નર્સિંગ એસોસિએશનમાં. આપને જણાવી દઈએ કે, તુર્કીમાં થયેલા વિનાશક ભૂકંપના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે અહીં હજારો લોકો ઈજાગ્રસ્તો થયા છે. તો ત્યાંના લોકોને મેડિકલ સુવિધા પહોચાડવા સુરતના નર્સિંગ એસોસિએશને તૈયારી બતાવી છે. આ એસોસિએશને કેન્દ્ર અને રાજ્ય સરકારને પત્ર લખી ભૂકંપમાં લોકોની સેવા માટે જવા દેવા તૈયારી બતાવી છે.
આ પણ વાંચોTurkey earthquakes: તુર્કી-સીરિયા ભૂકંપના પીડિતોની મદદ માટે મેડિકલ સાધનો સાથે 100 અધિકારીઓ C-17 ગ્લોબ માસ્ટરથી રવાના
ભારત દેશ તુર્કી અને સીરીયાની મદદે આવ્યું છેઃતૂર્કી અને સિરીયામાં વિનાશકારી ભૂકંપના કારણે હજારો લોકોના મોત થયા છે. બીજી તરફ હજારો લોકો ઘરવિહોણા પણ થયા છે. ત્યારે ભારત દેશ તૂર્કી અને સિરીયાની મદદે આવ્યું છે. ભારતમાંથી રાહતસામગ્રી સહિતની ટીમ રવાના કરવામાં આવી છે. ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતેની મેડીકલ રિલીફ ટીમ નર્સિંગ તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં સેવામાં જવા માટે સરકારને તૈયારી બતાવી છે.
રાજ્ય સરકાર આદેશ આપશે તો એ ટીમ તુર્કી જવા તૈયાર છેઃઆ બાબતે માહિતી આપતા સુરત નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યુંકે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પ્રોટોકલ મુજબ પત્ર પાઠવવામાં આવ્યો છે કે, આ પહેલા નેપાળ ખાતે પણ જ્યારે ભૂકંપ આવ્યો હતો. ત્યારે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારને પત્ર પાઠવવામાં આવ્યો હતો. તેમની મંજૂરી આવ્યા બાદ ગુજરાતની ટીમ નેપાળ ખાતે ગઈ હતી. ત્યારે હવે તુર્કીમાં જ્યારે વિનાશક ભૂકંપ આવ્યો છે. તે ખૂબ જ દુઃખદ ઘટના છે. ત્યાં હજારોની સંખ્યામાં લોકોની ઈજાઓ પહોંચી હશે. ફેક્ચ ફિર ઈન્જરીઓ થઈ હશે.
અમારી પાસે અનુભવી સ્ટાફ છેઃ તેમણે ઉમેર્યું હતું કે, અમારી પાસે અગાઉના અનુભવોના કારણે કચ્છ ભૂજ ભૂકંપ, લાતુર અને નેપાળ ત્રણે સ્થળો ઉપર કામ કરીને આવેલા અનુભવી સ્ટાફ છે. અમારી તત્પરતા છે કે, રાજ્ય સરકાર આદેશ આપશે તો અમારી સંપૂર્ણ ટીમ 24 કલાક કામ કરી શકે છે. તુર્કી જવા માટે તૈયાર છે. આની માટે અમારી ટીમે તાલીમ પણ લીધી છે. સુરતની ભયાનક રેલમાં પણ કામ કર્યું છે. કોરોનામાં પણ કામ કર્યું છે, જેથી ઈમર્જન્સીના સમયે કામ કરનારી આ ટીમને સરકાર દ્વારા આદેશ આપવામાં આવશે તો ચોક્કસ પણે નર્સિંગ સ્ટાફ સાથે તુર્કી જવા રવાના થઈશું.
કચ્છ ભુજમાં જે હોનારત થઈ હતી ત્યાં મોબાઈલ હોસ્પિટલ ઊભી કરાઈ હતીઃસુરત નર્સિંગ એસોસિએશનના જનરલ સેક્રેટરી કિરણ ડોમડિયાએ જણાવ્યું હતું કે, અમારી 75 ટીમ સ્વૈચ્છિક રીતે તૈયાર થઈ છે.આ ટીમ પાસે ખૂબ જ અનુભવ છે. આ પહેલા પણ કચ્છ ભુજમાં જે હોનારત થઈ હતી. ત્યાં મોબાઈલ હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી. તેની સાથે ટ્રોમા ઈન્જરી અને તાત્કાલિક સારવારમાં મદદ કરનારા એવા કુશળ કોર્ષ કરનારી આ ટીમ છે. આ ટીમ થકી ત્યાં જે જરૂરિયાતો હશે તો ભારત અને રાજ્ય સરકારના આદેશથી અમે તુર્કી જવા તૈયાર છીએ.
આ પણ વાંચોTurkey Syria quake: તુર્કી સીરિયાનો ભૂકંપ આટલો વિનાશકારી કેમ હતો, જાણો તે પાછળનું કારણ
અમારો સ્ટાફ ત્યાંના લોકોને મેડિકલ સુવિધાઓ આપવા તૈયારઃઆ બાબતે માહિતી આપતાં મેડિકલ સ્ટાફના નેહા ક્ષત્રિયે જણાવ્યું હતું કે, તુર્કીમાં ભૂકંપગ્રસ્તોની સેવા કરવા અમારો સ્ટાફ તૈયાર છે. જો કેન્દ્ર અને રાજ્ય સરકારે અમને મંજૂરી આપી તો અમારો નર્સિંગ સ્ટાફ ત્યાં જઈને ત્યાંના લોકોને મેડિકલ સુવિધાઓ આપવા તૈયાર છીએ.